World

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનેઈના મોત બાદ બન્યા ઈરાનના વચગાળાના 'સુપ્રીમ લીડર'

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
તહેરાનમાં 86 વર્ષના અલી ખામેનેઈના મોત પછી ઈરાની ધર્મગુરુ આયતુલ્લા આયતુલ્લા અલીરેઝા અરાફીની ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ISNAએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે કરેલ સંયુક્ત હુમલામાં ખામેનેઈનું મોત નીપજ્યું છે. ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે અલીરેઝા અરાફી? ખામેનેઈના મોત બાદ બન્યા ઈરાનના વચગાળાના 'સુપ્રીમ લીડર'

Ayatollah Alireza Arafi: તહેરાનમાં 86 વર્ષના અલી ખામેનેઈના મોત પછી ઈરાની ધર્મગુરુ આયતુલ્લા આયતુલ્લા અલીરેઝા અરાફીની ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ISNAએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે કરેલ સંયુક્ત હુમલામાં ખામેનેઈનું મોત નીપજ્યું છે. ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.

સુપ્રીમ લીડરના તમામ કામ સંભાળશે

આયતુલ્લા અલીરેઝા અરાફીને વચગાળા/કામચલાઉ નેતૃત્વ પરિષદમાં વિધિ વિશેષજ્ઞ સદસ્ય (jurist member)ના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે, આ પરિષદ સંકટ કાળ દરમિયાન સુપ્રીમ લીડરના તમામ કામ સંભાળશે. જ્યાં સુધી ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની નિમણૂક ન થાય. 

દેશની કમાન સંભાળી

ઈરાનના બંધારણ મુજબ કામચલાઉ નેતૃત્વ પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મુખ્ય ન્યાયાધીશ ગુલામ-હુસેન મોહસેની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક મૌલવી(આયતુલ્લા અલીરેઝા અરાફી) સામેલ છે. ખામેનેઈના મોત બાદ આ પરિષદ સંયુક્ત રીતે દેશની કમાન સંભાળી રહી છે. 

અલીરેઝા અરાફી કોણ છે?

અલીરેઝા અરાફી જન્મ 1959માં મેબોડમાં થયો હતો. તેઓ હાલ 67 વર્ષના છે. આયતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના એક અત્યંત પ્રભાવશાળી ધાર્મિક અને રાજકીય નેતા છે, જેમને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોત બાદ દેશનું સુકાન સંભાળતી 'કામચલાઉ નેતૃત્વ પરિષદ'માં સ્થાન આપવામાં આવ્યું છે. 1959માં જન્મેલા અરાફી ઈરાનની શક્તિશાળી 'ગાર્ડિયન કાઉન્સિલ'ના સભ્ય હોવાની સાથે દેશની તમામ ધાર્મિક શાળાઓના વડા પણ છે. ઈરાનના બંધારણની કલમ 111 મુજબ, નવા કાયમી સર્વોચ્ચ નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ચીફ જસ્ટિસ સાથે મળીને દેશના વહીવટ અને મહત્વના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: VIDEO: 5 સેકન્ડમાં 2 આખા બિલ્ડિંગ નષ્ટ... ઈઝરાયલનો તેહરાન પર વધુ એક હુમલો, જુઓ દ્રશ્યો

'ગાર્ડિયન કાઉન્સિલ' ઉપરાંત 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ'ના સભ્ય

અરાફીને અલી ખમેનીના અત્યંત વિશ્વાસુ અને કટ્ટરપંથી વિચારધારાના પ્રખર સમર્થક માનવામાં આવે છે. તેઓ 'અલ-મુસ્તફા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી'ના ભૂતપૂર્વ વડા તરીકે વિશ્વભરમાં શિયા ઇસ્લામિક વિચારધારાના પ્રસાર માટે જાણીતા છે. ઈરાનની રાજકીય વ્યવસ્થામાં તેમનું કદ એટલું મોટું છે કે તેઓ 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ'ના ડેપ્યુટી ચેરમેન તરીકે પણ સેવા આપે છે. પશ્ચિમી દેશો પ્રત્યેનો તેમનો કડક અભિગમ અને ઈસ્લામિક ક્રાંતિના મૂલ્યો પ્રત્યેની તેમની વફાદારીને કારણે, વર્તમાનની સંકટ ભરી સ્થિતિમાં ઈરાનની આંતરિક સ્થિરતા જાળવી રાખવા માટે તેમને સૌથી યોગ્ય વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે.