Get The App

દુબઈમાં કેરળનો વેણુગોપાલ રાતોરાત બની ગયો કરોડપતિ, 8.5 કરોડ રૂપિયાની લોટરી લાગી

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
દુબઈમાં કેરળનો વેણુગોપાલ રાતોરાત બની ગયો કરોડપતિ, 8.5 કરોડ રૂપિયાની લોટરી લાગી 1 - image


Dubai Lottery News : કેરળના વતની ૫૨ વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરીએ દુબઇ ડયુટી ફ્રીના મિલેનિયમ મિલિયનેયર ડ્રોમાં 1 મિલિયન ડોલર (8.5 કરોડ રૂપિયા) જીતી લીધા છે. તે છેલ્લા 15 વર્ષોર્થી આ ડ્રોમાં નસીબ અજમાવી રહ્યાં હતાં. તે એક આઇટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે યુએઇના અજમાનમાં કાર્યરત છે. 

વેણુગોપાલે જણાવ્યું છે કે આ વિજય મારા માટે કોઇ વરદાનથી ઓછું નથી. આ મારા સંઘર્ષોનો અંત છે તથા એક નવી શરૂઆત છે જે આશા અને ખુશીઓથી ભરી હશે.

તેણે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત યાત્રા પછી પરત ફરતી વખતે 23 એપ્રિલે તેમણે દુબઇ એરપોર્ટ પરથી આ વિજેતા ટિકિટ ખરીદી હતી.

તેણે વધુમાં જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી ભારે દેવામાં ડૂબેલા હતાં. એક નજીકના વ્યકિતએ વિશ્વાસઘાત કરતા આ દેવાની રકમ વધી ગઇ હતી. મેં તાજેતરમાં જ એક ઘર બનાવ્યું હતું અને આર્થિક તંગદિલી ખૂબ જ વધી ગઇ હતી. જે વ્યકિત પર મેં વિશ્વાસ કર્યો હતો તેણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ સ્થિતિમાં આ જેકપોટ મારા માટે સાચો તારણહાર બનીને આવ્યો છે. 

બે બાળકોના પિતા વેણુગોપાલે જણાવ્યું હતું કે તે સૌથી પહેલા પોતાના દેવાની  ચુકવણી કરશે અને અને પરિવારની સાથે રજાઓ માણશે. મેં હાલમાં સંપૂર્ણ યોજના બનાવી નથી પણ એક લાંબો બ્રેક લઇ પરિવાર સાથે રજાઓ પસાર કરવી જરૂરી છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ત્યારબાદ હું દુબઇ પરત ફરી એક બિઝનેસ શરૂ કરવા માંગુ છું અને મારા પરિવારને અહીં બોલાવવા માંગુ છું. યુએઇ મારા હૃદયની ખૂબ જ નજીક છે હું અન્ય જગ્યાએ રહેવાની કલ્પના પણ કરી શકતો નથી. 

વેણુગોપાલની આ પ્રેરણાદાયક વાર્તા હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ભારત અને ખાડી દેશોમાં લોકોને તેમના સંઘર્ષ અને વિજયથી આશા અને હિંમત મળી રહી છે. 

Tags :