વિકીલીક્સના સ્થાપક અસાંજેને 175 વર્ષની કેદની સજા થાય તેવી સંભાવના
બ્રિટિશ કોર્ટે અસાંજેના અમેરિકાને પ્રત્યાર્પણને નકારતા આદેશને ફગાવ્યો
માનસિક માંદગીની દલીલને આધાર ગણવાનો કોર્ટનો ઇન્કાર
- અસાંજેનું અગાઉ માનસિક આરોગ્યના કારણે તે આત્મહત્યા કરી લે તેવું જોખમ હોવાના આધારે પ્રત્યાર્પણ કરાયું ન હતું
લંડન: બ્રિટિશ એપેલેટ કોર્ટે આપેલા ચુકાદાના લીધે જુલિયન અસાન્જેને અમેરિકાને પ્રત્યાર્પણ કરવાનો માર્ગ મોકળો થયો છે. કોર્ટે વિકીલીક્સના સ્થાપક અસાન્જેનું માનસિક આરોગ્ય અમેરિકાની ફોજદારી ન્યાયિક પ્રણાલિ સમક્ષ ઊભી રહેવા સક્ષમ નથી તેવા નીચલી કોર્ટના ચુકાદાને ઉલટાવ્યો હતો.
એપેલેટ કોર્ટના શુક્રવારના ચુકાદા સામે અપીલ થાય તેવી સંભાવના છે. નીચલી કોર્ટે આ વર્ષે અગાઉ અમેરિકાની અસાન્જેનું અમેરિકાને પ્રત્યાર્પણ કરવાની વિનંતી કરવાનો ઇન્કાર કર્યો હતો. અસાન્જે પર વિકીલીક્સ દ્વારા અમેરિકાના દાયકા જૂના લશ્કરી દસ્તાવેજોને જાસૂસી દ્વારા જાહેર કરવાનો આરોપ છે.
ડિસ્ટ્રિક્ જજ વેનિસા બેરિસ્ટરે આરોગ્યના આધાર પર પ્રત્યાર્પણનો ઇન્કાર કરતા જણાવ્યું છે કે અસાન્જેને જો અમેરિકાની આકરી જેલની સ્થિતિઓમાં રાખવામાં આવ્યો તો તે પોતાને જ ખતમ કરી નાખશે.
અસાન્જેના માનસિક આરોગ્યને આધાર બનાવીને અપાયેલા ચુકાદાને અમેરિકાએ પડકાર્યો હતો. વકીલ જેમ્સ લુઇસે જણાવ્યું હતું કે અસાન્જે ગંભીર અને માનસિક માંદગીનો જરા પણ ઇતિહાસ ધરાવતા નથી અને તેમની માનસિક સ્થિતિ એટલી પણ નબળી નથી કે તે પોતાને નુકસાન પહોંચાડે.
અમેરિકાના સત્તાવાળાઓએ બ્રિટિશ ન્યયાધીશોને જણાવ્યું હતું કે જો તેઓ અસાન્જેના પ્રત્યાર્પણ માટે તૈયાર થશે તો તેને અમેરિકન જેલની સજા તેના વતન ઓસ્ટ્રેલિયામાં કોઈપણ કેદમાં ગાળવાની રહેશે. અમેરિકન પ્રોસીક્યુટરોએ અસાન્જે પર જાસૂસીના 17 આરોપ અને એક ચાર્જ કમ્પ્યુટરના દૂરુપુયોગના લગાવ્યો છે. વિકીલીક્સે અમેરિકાના હજારો લશ્કરી અને રાજદ્વારી દસ્તાવેજો લીક કર્યા હતા.તેના પરના આરોપોના લીધે તેને મહત્તમ 175 વર્ષની સજા થઈ શકે છે.