અમેરિકા સામે પાકિસ્તાન સહિત 4 દેશોએ એકજૂટ થઈ બાંયો ચઢાવી, જાણો કઈ વાતનો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Occupation Of Bagram Base: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનના બગરામમાં સેના ઠેકાણાને પાછું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે, ત્યારથી આ વિસ્તારના ચાર દેશો અશાંતિમાં છે. અફઘાનિસ્તાનના નજીકના પડોશીઓ, ચીન, રશિયા, ઈરાન અને પાકિસ્તાને, તેમના પ્રદેશની નજીક કોઈપણ સેનાના ઠેકાણાનો વિરોધ વધુ તીવ્ર બનાવી દીધો છે.
ચારેય દેશના વિદેશ મંત્રીઓની બેઠક મળી
અહેવાલો અનુસાર, આ દેશોએ કાબુલની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો પણ માન્યો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ચીન, ઈરાન, પાકિસ્તાન અને રશિયાના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચારેય પક્ષોએ ભાર મૂક્યો હતો કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. અફઘાનિસ્તાનમાં અથવા તેની આસપાસ કોઈપણ સેનાના ઠેકાણા પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે જોખમી બની શકે છે.
આ પણ વાચો: ભારતને આપો UNSCનું સ્થાયી સભ્યપદ... સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પડોશી દેશનું ખુલ્લુ સમર્થન
નાટો દેશોએ અફઘાનિસ્તાનની જવાબદારી લેવી જોઈએ
નાટો દેશોએ અફઘાનિસ્તાનની દુર્દશાની જવાબદારી લેવી જોઈએ અને તેને આર્થિક સુધારણા અને ભવિષ્યના વિકાસ અને સમૃદ્ધિની તકો પૂરી પાડવી જોઈએ. આ દેશોએ અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ (ISIL), અલ કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), બલુચિસ્તાન લિબરેશન આર્મી, માજીદ બ્રિગેડ અને અન્ય આતંકી જૂથોની વધતી જતી પ્રવૃત્તિને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે ખતરો ગણાવ્યો છે.









