World

'એ ઈરાનને વેનેઝુએલા સમજી બેઠા...', અમેરિકાના પૂર્વ NSA એ જ ટ્રમ્પને બરાબરના તતડાવ્યાં

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્વદેશમાં જ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) જોન બોલ્ટને ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પ્રમુખને કદાચ એવું લાગ્યું હશે કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ ઝડપથી તખ્તાપલટ કરી દેશે, પરંતુ તેમની આ વિચારધારા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. એક ઈન્ટરવ્યૂમાં બોલ્ટને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર પ્લાનિંગ વગર જ સૈન્ય અભિયાન જેવા મોટા નિર્ણયો લઈ લે છે. તેમજ તેઓ કોઈ વ્યૂહનીતિને અનુસરવાને બદલે આવેશમાં આવીને કામ કરે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'એ ઈરાનને વેનેઝુએલા સમજી બેઠા...', અમેરિકાના પૂર્વ NSA એ જ ટ્રમ્પને બરાબરના તતડાવ્યાં

John Bolton Slams Trump’s Iran Strategy: ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્વદેશમાં જ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) જોન બોલ્ટને ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પ્રમુખને કદાચ એવું લાગ્યું હશે કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ ઝડપથી તખ્તાપલટ કરી દેશે, પરંતુ તેમની આ વિચારધારા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. એક ઈન્ટરવ્યૂમાં બોલ્ટને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર પ્લાનિંગ વગર જ સૈન્ય અભિયાન જેવા મોટા નિર્ણયો લઈ લે છે. તેમજ તેઓ કોઈ વ્યૂહનીતિને અનુસરવાને બદલે આવેશમાં આવીને કામ કરે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.

ટ્રમ્પની કાર્યશૈલી પર સવાલ અને અમેરિકન સેનાના વખાણ

આ અંગે વધુમાં વાત કરતા જોન બોલ્ટને વધુમાં જણાવ્યું કે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ઈરાનમાં તખ્તાપલટના પ્રયાસો કરવાથી હોર્મુઝ સ્ટ્રેટ અને ફારસની ખાડીમાં ઓઇલ સપ્લાય પર મોટું જોખમ ઊભું થઈ શકે છે. જોકે, ટ્રમ્પની કામ કરવાની શૈલીની ટીકા કરવાની સાથે બોલ્ટને અમેરિકન સેનાના પર્ફોર્મન્સના વખાણ પણ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું કે અત્યાર સુધીના લશ્કરી હુમલાઓ ઘણા પ્રભાવશાળી રહ્યા છે, જેના કારણે ઈરાનની સૈન્ય ક્ષમતા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અને એરફોર્સને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં, ખાડી વિસ્તારમાં જહાજોની અવરજવર માટે હજુ પણ ખતરો યથાવત છે.

આ પણ વાંચો: LIVE: યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો રશિયન ઓઈલ અંગે મોટો નિર્ણય અને ઈરાનના નવા સુપ્રીમ લીડર અંગે સનસનાટીભર્યા દાવા

ટ્રમ્પને કોઈ ભટકાવી શકે તેમ નથી

આ દરમિયાન બોલ્ટને એવા દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ અમેરિકાને આ યુદ્ધમાં ધકેલ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂ ટ્રમ્પને ભટકાવી શકે તે વાતમાં દમ નથી, ઈરાન પર હુમલાનો નિર્ણય સંપૂર્ણપણે ટ્રમ્પનો પોતાનો જ હતો. અંતમાં તેમણે ટકોર કરી હતી કે ટ્રમ્પ સરકારે હવે જલ્દીથી પોતાના આગામી ઉદ્દેશ્યો સ્પષ્ટ કરવા જોઈએ જેથી આ સંઘર્ષની દિશા જાણી શકાય.