app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પાલતુ ડોગ કમાંડરે સિક્રેટ સર્વિસ એજન્ટને ભર્યું બચકુ

Updated: Sep 27th, 2023


તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનો કૂતરો 'કમાન્ડર' કાબૂ બહાર થઇ ગયો છે. મળતી માહિતી પ્રમાણે સોમવારે સવારે  2 વર્ષીય જર્મન શેફર્ડે વ્હાઇટ હાઉસમાં અન્ય યુએસ સિક્રેટ સર્વિસ એજન્ટને કરડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. 

એક રિપોર્ટ અનુસાર, 'કમાન્ડર' દ્વારા આ 11મો હુમલો છે. અગાઉ, કમાન્ડરે વ્હાઇટ હાઉસ અને બિડેન પરિવારના ઘર પર ગાર્ડ્સને પણ કરડી ચૂક્યો છે. 

મળતી માહિતી મુજબ, જો બાઇડેનનો કૂતરો કમાન્ડરે સિક્રેટ સર્વિસ યુનિફોર્મ્ડ ડિવિઝનનો એક પોલીસ અધિકારીને બાઇટ ભરી છે. જે બાદ અધિકારીને સારવાર પણ કરવામાં આવી હતી. 

જોકે, સારવાર બાદ અધિકારીની હાલત હવે ઠીક છે. બાઇડેનન શ્વાને  વ્હાઇટ હાઉસ અને ડેલાવેરમાં ઓછામાં ઓછા 11 લોકોને કરડી ચૂક્યો છે.  નવેમ્બર 2022ની ઘટના પણ સામેલ છે જેમાં કૂતરાએ અધિકારીને તેના હાથ અને જાંઘ પર કરડ્યો હતો. ઘટના બાદ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Gujarat