જો બાયડન કોવિદ 'પોઝિટિવ' પ્રમુખને મંદ લક્ષણો દેખાયાં છે
- ૭૯ વર્ષના દેશના સૌથી વધુ વયના પ્રમુખ ઉપરાંત તેમના વહીવટી તંત્રના કેટલાય કર્મચારીઓ પણ પોઝિટિવ જણાયા
વૉશિંગ્ટન, તા. ૨૨
અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વયે પ્રમુખપદે રહેલા ૭૯ વર્ષના બાયડન 'કોવિદ પોઝિટિવ' જણાયા છે તેઓને કોવિદના લક્ષણો દેખાય છે. તેઓ અત્યારે 'આઇસોલેશન'માં કામ કરી રહ્યા છે.
આ માહિતી આપતા તેમના પ્રેસ સેક્રેટરી કેરી જીન-પીયરેસે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ અત્યારે એન્ટી વાયરસ ટ્રીટમેન્ટ 'પેક્ષલોવિડ' લઈ રહ્યા છે તેઓ પૂરેપૂરા વેક્સિનેટેડ છે બે વખત બૂસ્ટર ડૉઝ પણ તેમને અપાયા છે. તેઓને કોવિડના ઘણાં જ મંદ લક્ષણો દેખાય છે.
માત્ર પ્રમુખ બાયડન જ નહી પરંતુ તેઓના વહીવટી તંત્રના ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોવિદ પોઝિટિવ જણાયા છે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ પોઝિટિવ જણાયા હતા.
તે ગમે તે હોય પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભલે બહારથી અમેરિકા આ મહામારીના સપાટા અંગેની ગંભીરતાને રાળી- ટાળી નાખવાનો પ્રયત્ન કરતું હોય પરંતુ એક વાત નિશ્ચિત છે કે પ્રમુખ સહિત તેઓના વહીવટી તંત્રના પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોવિદ પોઝિટિવ જાહેર થતા પરિસ્થિતિ ચિંતાજનક તો બની જ રહી છે તેમાં યે એક તરફ રશિયા- યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ ચાયના પેસિફિકમાં પગ પ્રસારી રહ્યું છે. તેમાં મંદી દેશમાં ધીમે ધીમે પ્રસરી રહી છે સાથે ચીનનું અર્થતંત્ર પણ નબળું પડતા વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે અમેરિકાની ટોચની વ્યક્તિ અને ટોચના વહીવટી તંત્ર ઉપર પ્રસરતું કોવિદનું મોજું અમેરિકા માટે જ નહિ દુનિયા માટે ચિંતાજનક છે.