World

જિનપિંગ-પુતિન અને કીમ-જોંગ ઉને સાથે મળીને અમેરિકા સામે સાજીશ રચી છે : વિક્ટરી ડે પેરેડથી ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંધવાયા

By GS TEAM
3 Sep 20252 mins read
જિનપિંગ-પુતિન અને કીમ-જોંગ ઉને સાથે મળીને અમેરિકા સામે સાજીશ રચી છે : વિક્ટરી ડે પેરેડથી ડોનાલ્ડ ટ્રમ્પ ધૂંધવાયા

- 'માંદો નથી, કોઈ તકલીફ નથી બે દિવસમાં કાર્યરત થઈશ'

- 'વિકટરી ડે પેરેડ' સમયે શી-જિનપિંગ પ્રમુખે પુતિન અને ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કીમ-જોંગ-ઉન સાથે ઉભા હતા : ચીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું

વોશિંગ્ટન (ડી.સી.) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે ચીન, રશિયા અને ઉ.કોરિયાના નેતાઓ ઉપર અમેરિકા વિરૂદ્ધ સાજિશ રચવાનો ગંભીર આક્ષેપ કર્યો. તેઓએ એ આક્ષેપ તેવે સમયે કર્યો કે જ્યારે ચીનના જાપાન સામેના વિજયની ૮૦મી જન્મજયંતિ સમયે યોજાયેલી પેરેડમાં શી જિનપિંગ, પ્રમુખ પુતિન અને કીમ-જોંગ-ઉન એક સાથે મંચ ઉપર આવ્યા હતા. પેરેડમાં આધુનિક શસ્ત્રો સાથે ચીનની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું. આથી ધુંધવાયેલા ટ્રમ્પે તેઓનાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'ટ્રુથ-સોશ્યલ' ઉપર લખતાં કહ્યું કે, 'મારી તરફથી પુતિન અને ઉનને પાઠવેલી શુભ કામનાઓ જ્યારે તમે અમેરિકા વિરૂદ્ધ સાજિશ રચી રહ્યા છો ત્યારે પાઠવવામાં આવતાં અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રાજદ્વારી સ્તરે હલચલ મચી ગઈ છે.' અમેરિકામાં ટીકા થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા પણ થઈ રહી છે.

વિશેષજ્ઞાો કહે છે કે, 'આ પેરેડ અને તે અંગે ટ્રમ્પની પ્રતિક્રિયા આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે તણાવ ઉભો કરી દેશે.'

પ્રમુખ ટ્રમ્પની આ પ્રતિક્રિયા સામે પ્રત્યાઘાતો આપતાં ચીનના લોકોને જણાવ્યું હતું કે, 'તમારે આ મહાન દેશનું સન્માન કરવું જોઈએ કે જેણે જાપાન સામે યુદ્ધ કરી તેને પોતાની ધરતી ઉપરથી મારી હઠાવ્યું.' ઈતિહાસ આપણને દર્શાવે છે કે, માનવતા સાથે જ ઉન્નત બને છે, સાથે જ પતન પામે છે. ચીન કોઈથી ડરતું નથી, હંમેશાં આગળ વધતું રહ્યું છે. આ એક નવી યાત્રા છે, નવો યુગ છે.