Get The App

''જિનપિંગ જાણે છે કે તાઇવાન પર હુમલો કરવાનું પરિણામ શું આવશે ?'' ટ્રમ્પની ચીનને ગર્ભિત ચેતવણી

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
''જિનપિંગ જાણે છે કે તાઇવાન પર હુમલો કરવાનું પરિણામ શું આવશે ?'' ટ્રમ્પની ચીનને ગર્ભિત ચેતવણી 1 - image

- ચીન તાઇવાનને પોતાનો પ્રાંત ગણે છે : જૂની નીતિ પ્રમાણે યુ.એસ. વન-ચાયના નીતિ અનુસરે છે પરંતુ તાઈવાનને ઢગલાબંધ શસ્ત્રો અને યુદ્ધ સામગ્રી આપે છે

માર-એ-લાગો (ફલોરિડા) : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મંત્રણા કરી હતી. વર્ષો પછી બંને નેતાઓ મળ્યા હતા. સમગ્ર વિશ્વની નજર તે ઉપર હતી. આ પછી ટ્રમ્પે અહીં આપેલા એક ઈન્ટરવ્યુમાં રવિવારે પત્રકારોને કહ્યું હતું કે, 'શી-જિનપિંગ તે બરોબર સમજે છે કે તાઇવાન ઉપર હુમલો કરવાનું પરિણામ શું આવી શકે ?' આમ છતાં પ્રમુખે કોઈ વિશેષ સ્પષ્ટતા કરી ન હતી. તેઓએ તેમ પણ કહ્યું ન હતું કે અમેરિકા તાઇવાનની સહાયે જશે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયામાં શી-જિનપિંગ સાથે પ્રમુખ ટ્રમ્પે વ્યાપક મંત્રણા કરી હતી છતાં તેમાં તાઇવાન સંબંધ કોઈ ઉલ્લેખ કરાયો ન હતો.

છ વર્ષ પછી બંને પ્રમુખો વચ્ચે થયેલી આ મંત્રણા અંગે સીબીએસના ૬૦ મિનિટ શોમાં જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું કે, 'ચીન તાઇવાન ઉપર લશ્કરી કાર્યવાહી કરશે તો તમો અમેરિકાની સેનાને એકશન લેવા આદેશ આપશો ?' ત્યારે ટ્રમ્પે કહ્યું કે, 'જો તેમ થશે તો તેનો જવાબ શો હશે તે તેઓ (જિનપિંગ) બરોબર સમજે છે.' જોકે, આ ઈન્ટરવ્યુમાં આથી વધુ કશું કહેવાનો પ્રમુખે તદ્દન ઈન્કાર કર્યો હતો.

આમ છતાં ટ્રમ્પે તેટલું તો ખુલ્લેઆમ કહી દીધું કે, શીએ તેઓના નિકટવર્તીએ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, 'જ્યાં સુધી ટ્રમ્પ પ્રમુખ હશે ત્યાં સુધી તેઓ કશું જ નહીં કરે કારણ તે છે કે તેનું પરિણામ શું હશે તે તેઓ (શી) જાણે છે.' આથી વિશેષ કશું કહેવાનો ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્કાર કર્યો.

પરંતુ તેમ કહ્યું કે તેવું બને ત્યારે તમે જોજો તેનો ગર્ભિત અર્થ સમજી શકાય તેવો છે.

ચીન, તાઈવાનને પોતાનો પ્રાંત ગણે છે. 'વન-ચાયના' પોલી પ્રમાણે અમેરિકાએ તાઇવાનને માન્યતા આપી નથી છતાં ઢગલાબંધ શસ્ત્રો તેને આપે છે તે જાણીતું છે.