VIDEO: લંડનમાં ઉડાન બાદ તુરંત જ પ્લેન ક્રેશ, લાગી ભીષણ આગ, એરપોર્ટ પર અફરાતફરી મચી
London Plane Crash: લંડનમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર, આ વિમાન ટેકઓફ કરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે પાયલટને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
આ ઘટનાના કારણે તમામ મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. વિમાનમાંથી નીકળતો ધુમાડો અને આગ જોઈને એરપોર્ટ સ્ટાફ અને ફાયર બ્રિગેડ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી.
સદનસીબે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મુસાફરોમાં કોઈ મોટી ઇજા થઇ હોવાના સમાચાર નથી. હાલ ઘટના અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે કે વિમાનમાં આગ કેવી રીતે લાગી.
સ્થાનિક અધિકારીઓ અને એરલાઈન કંપનીએ આશ્વાસન આપ્યું છે કે મુસાફરોને તમામ મદદ પુરી પાડવામાં આવશે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે.