Get The App

જેફરી એપ્સ્ટેઇનનાં કાંડ : ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ પર 10 અબજ ડોલરનો દાવો માંડયો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
જેફરી એપ્સ્ટેઇનનાં કાંડ : ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ પર 10 અબજ ડોલરનો દાવો માંડયો 1 - image


- ટ્રમ્પની રાજકીય કારકિર્દી સામે જોખમ ઊભું કરતો રિપોર્ટ

- રીયલ એસ્ટેટ મેગ્નેટે એપસ્ટેઇનને જન્મદિનની શુભેચ્છા પાઠવતા પત્ર સાથે બે નગ્ન મહિલાઓના ફોટા મોકલ્યા હતા

માયામી : માયામીની ફેડરલ કોર્ટમાં પ્રમુખ ટ્રમ્પે મીડીયા મુઘલ રૂપર્ટ મર્ડોક તેની માલિકીની કંપની ન્યૂઝ કોર્પોરેશન અને તેના વિશ્વ વિખ્યાત વોલ-સ્ટ્રીટ-જર્નલ તથા તેના બે પત્રકારો ઉપર ૧૦ અબજ ડોલરનો બદનક્ષીનો કેસ ઠોકી દીધો છે. આ કેસ અન્ડર-એઈઝ ગર્લ્સના સેક્સ ટ્રાફિકર જેફરી એપસ્ટેઇન સાથેની ટ્રમ્પની કહેવાતી મેડન અંગે પ્રસિદ્ધ થયેલા રીપોર્ટ સંદર્ભે દાખલ કરાયો છે.

શુક્રવારે મોડેથી પોતાનાં ટ્રૂથ-સોશ્યલ ઉપર કરેલા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ''અમે હજી હમણાં જ ખોટા, દુષ્ટતાભર્યા બદનક્ષી કરતા ખોટા સમાચાર અંગે ધી-વોલ-સ્ટ્રીટ-જર્નલ ઉપર માનહાનિનો દાવો દાખલ કર્યો છે.''

આ જર્નલે ગુરૂવારે લખ્યું હતું કે, તે સમયના રીયલ-એસ્ટેટ-મેગ્નેટે, એપસ્ટેઇનને જન્મદિનની શુભેચ્છા પાઠવતા પત્ર સાથે બે નગ્ન મહિલાઓના ફોટા મોકલ્યા હતા, અને તેમાં તેમની 'સીક્રેટ' પણ દર્શાવી હતી. આમ લખાયેલા લખાણ અંગે ટ્રમ્પના વકીલે જણાવ્યું હતું કે આવો કોઈ પત્ર હતો જ નહીં, તેમ છતાં તે પ્રસિદ્ધ કરી જર્નલ ટ્રમ્પને લાખ્ખો લોકો સમક્ષ નીચા પાડવાના પ્રયત્ન રૂપે જ હતો.

આ દાવામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તે આર્ટિકલ જે સમયે પ્રસિદ્ધ કરાયો તે સમય પણ નોંધપાત્ર છે. તે દ્વારા તે પાછળની કપટભરી નીતિ છતી થાય છે. તેથી પ્રમુખ ટ્રમ્પને અસામાન્ય નાણાંકીય અને તેથીએ વધુ તો પ્રતિષ્ઠા સંબંધે ભારે મોટું નુકસાન થવા સંભવ છે અને તે નુકસાન વધતું જ જશે.

આ કેસમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એપસ્ટેઇનની 'કાર્યવાહી'ઓ અને ૨૦૧૯માં થયેલા તેના મૃત્યુ તે બધાને લીધે પોતાના સમર્થકો રોષે ભરાયા છે તેમ જાણી ટ્રમ્પે તેના એટર્ની જનરલ પામ બોન્ડીને તે ડીસગ્રેસ્ડ ફાઇનાન્સિયર ઉપર થયેલાં પ્રોસિક્યુશનની અને ગ્રાન્ડ જ્યુરી સમક્ષ આપેલા નિવેદનો જાહેર કરવા જણાવવામાં આવ્યું હતું તે અંગે ન્યૂયોર્કમાં ચાલેલા કેસમાં બોન્ડીએ કહ્યું હતું કે આ કેસે લોકજુવાળ ઉભો કર્યો હતો અને તમામ રહસ્યો ખુલ્લાં પાડવા દબાણ થઈ રહ્યું હતું.

એપ્સ્ટેઇન ડોનાલ્ડ ટ્રમ્પનો લાંબા સમયથી મિત્ર હતો. તે 'હાઈ-પ્રોફાઈલ-મેન' (ખૂબ જાણીતો નાગરિક) હતો. ન્યૂયોર્કની જેલની કોટડીમાં તે ગળાફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો તે સમયે તેની ઉપર સગીરો સાથેના તેના ન્યૂયોર્ક અને ફલોરિડા સ્થિત નિવાસ સ્થાનોમાં કામુક દુર્વ્વયહાર કરતો હતો. ટ્રમ્પે વોલસ્ટ્રીટ જર્નલમાં રિપોર્ટ પ્રકાશિત થતો અટકાવવા છેલ્લી ઘડી સુધીના પ્રયત્નો કરતાં રુપર્ટ મર્ડોક સુદ્ધાને અને તેની એડિટરને પણ ફોન કર્યો હતો

આ કેસે બહુવિધ કોન્સ્પીરસી થીયરી વહેતી કરી હતી. વિશેષત: તેના કટ્ટર જમણેરી ટેકેદારો તો ઘણા જ ઉશ્કેરાઈ ગયા હતા. જાન્યુ.માં ટ્રમ્પ ફરી સત્તા પર આવ્યા ત્યારથી તેના ટેકેદારો 'સાચી-વાત' જાણવા દબાણ કરી રહ્યા છે. હવે જોવાનું તે રહે છે કે ન્યૂયોર્કની કોર્ટ ગ્રાન્ડ-જ્યુરી સમક્ષ આપેલી જુબાનીનું કવર ખોલવાની છૂટ આપે છે કે કેમ ? સાથે તે પણ જોવાનું રહે છે કે તે જુબાનીઓ જાહેર કરાય તો પણ તેથી મહત્વની માહિતી મળી શકે તેમ છે કે કેમ ? વળી ટ્રમ્પ તો વર્ષોથી એપસ્ટેઇન સાથે મિત્રતા રાખતા હતા. બંનેના સાથેના ફોટોગ્રાફો છે. પાર્ટીઓમાં સાથે હતા તેવા પણ ફોટોગ્રાફો છે.ટૂંકમાં આ કેસ ઘણો જ ગૂંચવાયેલો છે. ટ્રમ્પની પ્રતિષ્ઠા ત્રાજવે તોળાઈ રહી છે.

Tags :