Get The App

અમેરિકા પાસેથી જાપાન 23 અબજ ડૉલરના ખર્ચે 105 ફાઈટર જેટ ખરીદશે

- દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને ગેરકાયદે પગદંડો જમાવ્યો છે : પોમ્પિઓ

- જાપાન ખરીદવાનું છે એ એફ-35ની ગણતરી જગતના સૌથી આધુનિક ફાઈટર વિમાનમાં થાય છે : ચીન સામે એક થતું વિશ્વ

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા પાસેથી જાપાન 23 અબજ  ડૉલરના ખર્ચે 105 ફાઈટર જેટ ખરીદશે 1 - image


વૉશિંગ્ટન, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર

જાપાન અમેરિકા પાસેથી 105 એફ-35 પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને 23 અબજ ડૉલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને આ તેનો સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે.

દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો 90 ટકા હિસ્સો પોતાનો હોવાનો ચીન દાવો કરી રહ્યું છે. આ દાવો ખોટો હોવાથી અમેરિકા સહિતના દેશો તેનો વિરોધ કરે છે.

માઈક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન આખો દક્ષિણ ચીન સમુદ્ર પોતાનો હોય એવુ વર્તન કરે છે અને તેની વિવિધ પ્રવૃત્તિઓ પણ આ વિસ્તારમાં વધારી રહ્યું છે. પરંતુ વિશ્વ ચીનનો આ દાવો સ્વિકારતું નથી.

અમેરિકા ચીનના આ ખોટા દાવા સામે પોતાના મિત્ર દેશોના રક્ષણ માટે ચોવીસેય કલાક તૈયાર છે. સાઉથ ચાઈના સી આસપાસ આવેલા દેશો મલેશિયા, બુ્રનેઈ, ફિલિપાઈન્સ, તાઈવાન,  વિએટનામ..વગેરે તમામ દેશોનો સમુદ્રી વિસ્તાર ચીન હડપ કરવા માંગે છે અને એ માટે ઠેર ઠેર કૃત્રિમ ટાપુ બનાવી રહ્યું છે. 

જાપાને ઘણા સમયથી ચીન સામે બાંયો ચડાવાની શરૂઆત કરી છે. જાપાની વાયુસેના કેટલાક એફ-35 વિમાનોે વાપરે છે. હવે જાપાને સંરક્ષણ બજેટમાં જંગી વધારો કરી વધુ ફાઈટર વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે. જોકે આ સોદાને પહેલા અમેરિકી કોંગ્રેસની મંજૂરી મળશે પછી જ કંપની અને જાપાન સરકાર વચ્ચે વાટા-ઘાટો થશે.

વર્ષે અબજો ડૉલરની સામગ્રી લઈને વેપારી જહાજો પસાર થતા હોવાથી દક્ષિણ ચીન સાગર વ્યુહાત્મક રીતે બહુ મહત્ત્વનોછે. ચીન એ  સાગરમાં ઠેર ઠેર પોતાના મથક સૃથાપીને 90 ટકા સમુદ્રી વિસ્તાર પર દાવો કરી રહ્યો છે. પરંતુ ચીનના આવા પ્રયાસો સફળ નહીં થવા દેવાય તેવુ પોમ્પેઓએ કહ્યું હતું.

યુ.કે.નો હુવેઈના  ફાઈવ-જી નેટવર્ક પર પ્રતિબંધ 

અમેરિકા પછી  યુ.કે.એ પણ ફાઈવ-જી ક્ષેત્રે કામ કરતી ચીની કંપની હુવેઈ પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે યુ.કે.માં કેટલાક  ફાઈવ-જી કોન્ટ્રાક્ટ ચીની કંપનીને અપાઈ ચૂક્યા છે. એ  કોન્ટ્રાક્ટ 2027માં પૂર્ણ થનાર છે. એ પછી કોઈ નવો કોન્ટ્રાક્ટ નહીં અપાય. હુવેઈ યુ.કે.માં ઠેર ઠેર ફાઈવ-જી કિટ ફીટ કરી  રહી  છે. ડિસેમ્બર 2020 પછી એ કિટ ક્યાંય ફીટ નહીં કરી શકાય.

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સનની આગેવાનીમાં મળેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં આ નિર્ણય લેવાયો હતો. હુવાઈના સાધનો ફીટ થાય તો રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમ ઉભું થવાની શક્યતા છે. આ કારણોસર ફાઈવ-જી નેટવર્ક જરૂરી હોવા છતાં ચીની કંપનીથી છેડો ફાડવાનો યુ.કે.એ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ચીની કંપનીને અને ચીન સરકારને મોટો ફટકો પડશે. 

અમેરિકા તાઈવાનને મિસાઈલ વેચશે તેનું પરિણામ સારૂં નહીં આવે : ચીન

સાઉથ ચાઈના સીમાં ચીનના પડોશી દેશ તાઈવાનને ચીન પોતાની માલિકીનો ગણાવે છે.  અમેરિકા સહિતના દેશો તાઈવાનને સ્વતંત્ર રાષ્ટ્ર ગણે છે. અમેરિકા તાઈવાનને પીએસી-3 પ્રકારની મિસાઈલ સિસ્ટમ વેચવા જઈ રહ્યું છે. માટે ચીને આજે કહ્યું હતું કે અમે મિસાઈલ બનાવનારી કંપની લોકહીડ પર પ્રતિબંધ મુકીએ છીએ.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ સ્પષ્ટતા કરી હતી કે તાઈવાન એ ચીનનો ભાગ છે, તેને અલગ દેશ ગણીને તેની સાથે વેપાર કરવાનો અમેરિકાનો પ્રયાસ શાંતિમાં ખલેલ પાડશે અને માઠા પરિણામો આવશે. તાઈવાન ચીનનો ભાગ હોવા છતાં ત્યાં સ્વતંત્ર સરકાર છે, પરંતુ  એ સરકાર પર ચીનનો કેટલેક અંશે કાબુ છે. તાઈવાન સરકારે ડિમાન્ડ કરી હોવાથી લોકહીડ માર્ટિન તેને મિસાઈલ વેચવા તૈયાર થઈ છે.

ચીને ફાઈટર વિમાન 'જે-20બી'નું  જથ્થાબંધ ઉત્પાદન શરૂ કર્યું

ચીને પોતાના આધુનિક ફાઈટર વિમાન જે-20બીનું જથૃથાબંધ ઉત્પાદન શરૂ કરી દીધું છે.  આ સ્ટેલૃથ પ્રકારનું એટલે કે રેડારમાં આસાનીથી ન પકડાય એવુ ઘાતક વિમાન છે. અત્યારે ચીન પાસે જે  વિમાનો બની રહ્યા છે, તેમાં  રશિયન બનાવટનું એન્જીન છે, પણ ચીન પોતાનું એન્જીન પણ તૈયાર કરી રહ્યું છે,  જે  બેએક વર્ષમાં તૈયાર થઈ જશે. 

ચીની સરકારના લશ્કરી અિધકારીએ આ અંગે સત્તાવાર માહિતી આપી હતી કે જે-20બીનું આધુનિકીકરણ કર્યા પછી બુધવારથી જ તેનું માસ પ્રોડક્શન શરૂ કરી દેવાયું છે. ચીને 2019માં આવા પચાસ વિમાનો તૈયાર કર્યા હતા, એ પછી એન્જીનમાં ખામી સર્જાતા ઉત્પાદન અટક્યું હતું. અમેરિકાના એફ-22 અને એફ-35 જેવા ફિફૃથ જનરેશન વિમાનો સામે ટક્કર લઈ શકે એવુ આ ચીનનું વિમાન મનાય છે.

Tags :