- ૧૯૪૫માં હિરોશિમા પર અમેરિકાએ વિશ્વના સૌ પહેંલા અણુ બોમ્બ ફેક્યો હતોઃ પીડિતોમાં કેટલાક તો ૯૦ વર્ષની વયના છે
ટોકિયા,તા. 29 જુલાઈ 2020, બુધવાર
૧૯૪૫માં અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા પર ફેંકેલા અણુ બોમ્બના કારણે જેઓ 'બ્લેક રેન'ના ભોગ બન્યા હતા તેમને પણ અણુ બોમ્બના પિડીતાને જે લાભ અપાય છે તે આપવા જાપાનને એક કોર્ટે આજે પહેલી જ વાર આવા ઓર્ડર કર્યો હતો.જાપાનની સરકાર એ હુમલામાં બચી ગયેલાઓને અનેક લાભ આપે છે.
હિરોશિમા જિલ્લા કોર્ટે કહેયું હતું કે સરકારે અગાઉ જે વિસ્તાર નક્કી કર્યો હતો તેની બહાર રહી ગયેલા ૮૪ લોકો (ફરીયાદીઓ) પર રેડિયોએકટિવની અસર પડી હતી જેના કારણે તેઓ માંદા પડયા હતા અને એટલા માટે તેમને અણુ બોમ્બ પીડિત ગણવા જોઇએ. તમામ અરજદારો ૯૦ અથવા તો ૭૦ વર્ષની ઉપરના છે. અમેરિકાએ ફેંકેલા અઁણું બોમ્બની ૭૫મી જયંતીના પહેંલા કોર્ટે આ ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો.
અમેરિકાએ છ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ હિરોશીમા પર વિશ્વનો સૌ પ્રથમ અણું બોમ્બ ઝીંક્યો હતો જેમાં ૧.૪૦ લાખ લોકો માર્યા ગયા હતા અને આખું શહેર બરબાદ થઇ ગયું હતું. અરજદારો બોમ્બ પડયો હતો તેનાથી ઉત્તરપશ્ચિમે ઊભા હતા જ્યાં થોડી કલાકોમાં જ રેડિઓએકટિવની શરૂઆત થઇ હતી.અરજદારોને બ્લેક રેનના કારણે રેડિએશન સંબધીત કેન્સર અને મોતીયા જેવી ૧૧ પ્રકારની બીમારીઓ લાગુ પડી હતી.ઉપરાંત તેઓ જે પાણી પીતા હતા અને જે ભોજન જમતા હતા તે પણ રેડિઓએક્ટિવગ્રસ્ત હતા.


