Get The App

જાપાને ચીનના 'દરવાજા' સામે મિસાઇલ્સ તૈનાત કર્યા : ડ્રેગન માટે ખતરાની ઘંટડી

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
જાપાને ચીનના 'દરવાજા' સામે મિસાઇલ્સ તૈનાત કર્યા : ડ્રેગન માટે ખતરાની ઘંટડી 1 - image


- તાઈવાન અંગે ચીન અને જાપાન વચ્ચે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે જાપાનનો તે યોનાગુની દ્વિપ અમેરિકાની રણનીતિ માટે પણ મહત્વનો છે

ટોક્યો : ચીન અને જાપાન વચ્ચે, તાઈવાન અંગે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે. બને દેશો એકબીજા સામે બયાનબાજીમાં પડયા છે. તેવામાં જાપાને તેના સૌથી દક્ષિણના દ્વિપ યોનાગુની પર મિસાઈલ્સ તૈનાત કરી દીધી છે. તેથી તણાવ વધ્યો છે. બીજી તરફ જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઇઝમીએ તાઈવાનથી આશરે ૧૧૨ કિ.મી. દૂર રહેલાં આ સૈન્ય મથકની મુલાકાત લીધી, અને કહ્યું કે, આ મિસાઈલ્સ હુમલાની આશંકા ઓછી કરશે, વધારશે નહી.

યોનાગુની દ્વિપ જાપાનની દક્ષિણી સલામતી શ્રૃંખલાનો મહત્વનો હિસ્સો છે. જાપાને પહેલેથી જ આ ક્ષેત્રના બે અન્ય દ્વિપો, ઇશિગાકી અને મિયાકો ઉપર અનુક્રમે એન્ટી શિપ મિસાઈલ્સ તથા એર સર્વિલીયન્સ સીસ્ટીમ તૈનાત કરી રાખી છે.

આ યોનાગુની દ્વિપ અમેરિકી સૈન્ય રણનીતિ માટે ઘણો મહત્વનો છે. તે ચીનની પ્રથમ દ્વિપ શૃંખલા સામે આવેલો છે, અને તાઈવાન (સમુદ્ર ધુનિ) સ્ટેટ્સ તથા પૂર્વીય ચીન સમુદ્ર વચ્ચે સમુદ્રીય માર્ગ પર છે. તાઈવાન જો સંકટમાં આવી પડે તો આ દ્વિપ સર્વીલીયન્સ (દેખરેખ) રાખી ત્યાં જ અન્યને રોકી શકાય તેમ છે. તેમજ અમેરિકા- જાપાનનાં સંયુક્ત સૈન્ય અભિયાનો માટે વ્યૂહાત્મ દ્રષ્ટિએ પણ મહત્વનો છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ-ચીએ કહ્યું હતું કે આ મહિનાના પ્રારંભમાં જાપાનનાં વડાપ્રધાન સામે તાકાઈચીએ એવી ધમકી ઉચ્ચારી હતી કે ચીન દ્વારા તાઈવાન પર નૌસેના દ્વારા નાકાબંધી જાપાન માટે જવાબી કાર્યવાહીનો આધાર બની શકે તેમ છે. તાકાઈચીનાં વિધાનો ઘણાં જ અત્યંત ચોંકાવનારા છે.

વાંગ-ચીએ વધુમાં કહ્યું હતું કે જાપાનના વર્તમાન નેતાઓ, તાઈવાન મુદ્દે સૈન્ય હસ્તક્ષેપની ખુલ્લી ધમકી આપી, જાહેરમાં ખોટો સંદેશો આપી રહ્યા છે. તેઓ એવી વાતો કરે છે કે જે કરવી ન જોઇએ. તેઓએ આ પછી સ્પષ્ટતા કરતા કહ્યું કે ચીન જાપાનની હરકતોનો જડબાતોડ જવાબ આપશે.

Tags :