Get The App

જાપાન અને યુરોપિયન યુનિયનના ૨૮ દેશોએ ગાજામાં સંઘર્ષવિરામની માંગ કરી

નાગરિકોનો મુત્યુઆંક છેલ્લા કેટલાક સમયથી વધી ગયો છે

તમામ પક્ષો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કર્યો

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
જાપાન અને યુરોપિયન યુનિયનના ૨૮ દેશોએ ગાજામાં સંઘર્ષવિરામની માંગ કરી 1 - image

ટોક્યો,૨૨ જુલાઇ,૨૦૨૫,મંગળવાર 

જાપાન અને યુરોપિયન યુનિયન સહિતના ૨૮ દેશોએ સંયુકત વકતવ્ય બહાર પાડીને પેલેસ્ટાઇનના ગાજાપટ્ટી વિસ્તારમાં તાત્કાલિક સંઘર્ષવિરામનું આહવાન કર્યુ છે જેમાં ઇઝરાયેલ ગાજામાં લોકોને અપાતી મદદ પરનો પ્રતિબંધ હટાવી લે તેવી માંગણી કરવામાં આવી હતી આ ઉપરાંત સંયુકત રાષ્ટ્ર તથા ગેર સરકારી માનવીય સંગઠનોને ઇઝરાયેલ તાત્કાલિક સુરક્ષિત અને અસરકારક રીતે જીવન બચાવ કામગીરી કરવા દે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. 

અમે તમામ પક્ષો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કરીએ છીએ કે ભયાનક સંઘર્ષ સમાપ્ત કરવા માટે સૌએ એક થવું જોઇશે. આવી રીતે લોહી વહેવડાવવાથ કોઇ જ લાભ થવાનો નથી. ઉલ્લખનિય છે કે ગાજામાં નાગરિકોનો મુત્યુઆંક છેલ્લા કેટલાક સમયથી વધી ગયો છે. એક સ્થાનિક મીડિયા કેન્દ્રએ ગત સોમવારે માહિતી આપી હતી કે  ઓકટોબર ૨૦૨૩માં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરુ થયા પછી પ્રથમવાર ઇઝરાયેલની થલસેનાએ મધ્યવર્તી ગાજા અને દીર અલ બલાહમાં કાર્યવાહી કરી છે. 

જાપાન અને યુરોપિયન યુનિયનના ૨૮ દેશોએ ગાજામાં સંઘર્ષવિરામની માંગ કરી 2 - image