પાક. આવતાં બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ : ફરી હુમલો, બ્લાસ્ટ, અનેક ઘાયલ, BRGએ જવાબદારી લીધી

- પાકિસ્તાનની ટ્રેનના ડબ્બા વારંવાર ખડી જાય છે : સમીક્ષકો
- કેટા, પેશાવર, કેવટલ આવતી જાફર એક્સપ્રેસને વારંવાર નિશાન બનાવાય છે : BRGએ ઘોષણા કરી, આઝાદી સુધી અમારૂં આંદોલન ચાલુ જ રહેશે
ક્વોટા : બલુચિસ્તાનમાં ફરી એક વખત જાફર એક્સપ્રેસ પર હુમલો થયો છે. તેમાં થયેલા બોંબ બ્લાસ્ટથી કેટલીએ બોગી પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. અનેક ઘાયલ થયા હતા. આ હુમલો સિંધના સુલ્તાન કોટ પાસે કરવામાં આવ્યો હતો.
જાફર એક્સપ્રેસ ખૈબર પખ્તુનવા પ્રાંતના મુખ્ય શહેર પેશાવરથી બલુચિસ્તાનના કેવટલ જઈ રહી હતી. આ હુમલા પછી બલુચ વિદ્રોહી જૂથ બલુચ રીપબ્લિકસ ગાર્ડઝે લીધી છે. તેઓ કહે છે કે આઝાદી સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.
બીઆરજીના પ્રવકતાએ એક પ્રેસ રીલીઝ પ્રસિદ્ધ કરી જણાવ્યું હતું કે, આ વિસ્ફોટની જવાબદારી અમે લઈએ છીએ. બલુચ રીપબ્લિકસ ગાર્ડઝે (બીઆરજી)ના સેનાનીઓએ શિકારપુર અને જેકોકાબાદ વચ્ચેનાં સુલાન-કોટમાં રીમોટ કંટ્રોલ આઇઇડી વિસ્ફોટથી જાફર એક્સપ્રેસને નિશાન બનાવામાં આવી હતી. આ વિસ્ફોટથી કેટલાએ સૈનિકો માર્યા ગયા હતા અનેક ઘાયલ થયા હતા. ટ્રેનના છ ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા.
બલુચિસ્તાન રીપબ્લિક ગાર્ડઝના પ્રવકતાએ આગળ કહ્યું તે વિસ્ફોટની અમે જવાબદારી લઈએ છીએ અને જાહેર કરીએ છીએ કે, આઝાદી સુધી અમારી લડત ચાલુ રહેશે.
આ વર્ષે જાફર એક્સપ્રેસ પર માર્ચ મહિનાથી શરૂ કરી હજી સુધીમાં અનેક વખત હુમલા થઈ ચુકયા છે. ૨૪ સપ્ટેમ્બરે મસુંગના સ્પિજેન્ડ ઇલાકામાં પણ આ એક્સપ્રેસ પર હુમલો થતાં મહિલાઓ અને બાળકો સહિત ૧૦ ઘાયલ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ સહિત ટ્રેનને બલુચ લિબરેશન આર્મીની મજીદ બ્રિગેડે થંભાવી દીધી હતી. અને ૪૦૦ થી વધુના અપહરણ કર્યા હતાં. ૧૧મી માર્ચે નોવન ઘાટ પાસેના ઢાબર વિસ્તારમાં પાટા ઉડાડી દેવાતાં ટ્રેન રોકવી પડી હતી. ટ્રેનમાંથી કેટલાએ યાત્રીઓને ઉતારી ૨૦ થી વધુના આઇડીકાર્ડ ચેક કર્યા અને તે સર્વેને શૂટ કરી દીધા.
આ બધા હુમલા જાફર એક્સપ્રેસ ઉપર એટલે કરાય છે કે સરકારી તંત્રના અધિકારીઓ કે સૈનિકોની હેરફેર માટે આ ટ્રેન જ સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.








