Get The App

'હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ...' સુનિતા વિલિયમ્સ માટે ધરતી પર પાછા ફરવું પણ જોખમી!

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
'હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ...' સુનિતા વિલિયમ્સ માટે ધરતી પર પાછા ફરવું પણ જોખમી! 1 - image


Image Source: Twitter

Very Dangerous To Return On Earth For Sunita Williams: સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મોર જૂન, 2024થી અવકાશમાં અટવાયેલા છે. પરંતુ હવે તેઓ ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરશે. બંને અવકાશયાત્રીઓ બોઇંગના સ્ટારલાઇનરથી માત્ર 10 દિવસના પ્રવાસ પર ગયા હતા. જોકે, તેમના અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ હજુ સુધી પાછા ફરી શક્યા નથી. હવે શુક્રવારે NASAએ કહ્યું કે, આવતા અઠવાડિયે જ સ્પેસએક્સ ડ્રેગન  લોન્ચ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 16 માર્ચ સુધીમાં પૃથ્વી પર પરત ફરશે. જોકે, સુનિતા વિલિયમ્સનું કહેવું છે કે 'આટલા દિવસો અવકાશમાં વિતાવ્યા પછી, પૃથ્વી પર એડજસ્ટ થવું મારા માટે સરળ કામ નથી. મારા માટે પૃથ્વી પર ચાલવું એ કાંટા પર ચાલવા જેવું છે. હવે તો હું ચાલવાનું પણ ભૂલી ગઈ છું.'

વાયરસ અને બેક્ટેરિયા આવવાનું જોખમ 

અવકાશમાં ગુરુત્વાકર્ષણ ન હોવાથી તેમને ચાલવું નથી પડતું. અવકાશમાં રહેવું એ પૃથ્વી પર રહેવા કરતાં ઘણું અલગ છે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહ્યા પછી, તેમનામાં ઘણા ફેરફારો પણ આવી ચૂક્યા છે. અવકાશમાંથી પાછા ફર્યા બાદ ધરતીની ગ્રેવિટી પ્રમાણે ખુદને એડજસ્ટ કરવું પણ સરળ નથી. બીજી તરફ અવકાશમાંથી ઘણા વાયરસ અને બેક્ટેરિયા આવવાનું જોખમ પણ બની રહે છે. 

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સના વાળ પર ટ્રમ્પની ટિપ્પણી, કહ્યું- અવકાશમાં ફસાયેલા બંને જણા પ્રેમમાં હશે

તમામ ટેસ્ટ કર્યા પછી જ  ઘરે જવાની મંજૂરી અપાશે

ધરતી પર પાછા ફર્યા પછી પણ સુનિતા વિલિયમ્સ ઘરે નહીં જઈ શકશે. પહેલા તેના ટેસ્ટ કરવામાં આવશે અને પછી જરૂરી સારવાર કરવામાં આવશે. ડોક્ટરોનું કહેવું છે કે, અવકાશથી પાછા ફર્યા પછી એવું લાગે છે કે તેમના શરીરમાં કોઈ તાકાત જ નથી રહી. આવી સ્થિતિમાં ગ્રેવિટીમાં ફરીથી તાકાત મેળવવામાં દોઢ મહિનાનો સમય લાગી શકે છે. ફરીથી તમામ ટેસ્ટ કર્યા પછી જ તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી શકે છે. 

બીમારીઓનું પણ રહે છે જોખમ

એક્સપર્ટનું કહેવું છે કે, અવકાશયાત્રીઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું પણ જોખમ રહે છે. તીવ્ર કોસ્મિક રેડિયેશનને કારણે ઘણી વખત અવકાશયાત્રીઓના શરીરના ઊંડે સુધી અસર થાય છે, જે કેન્સરનું કારણ પણ બની શકે છે. જેમ સુનિતા વિલિયમ્સને અવકાશમાં ગયા પછી થોડા દિવસો માટે પોતાના શરીરને સમાયોજિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેવી જ સમસ્યા પૃથ્વી પર પાછા ફર્યા પછી પણ થવાની છે. આવકાશમાં હૃદય અને ફેફસાંને પણ ઓછી મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં પૃથ્વી પર પાછા ફર્યા પછી  તેમને એક ખાસ વાતાવરણ આપવામાં આવશે જેમાં તેઓ પોતાને પૃથ્વી સાથે અનુકૂલિત બનાવી શકે. 

Tags :