Get The App

આ રીતે તો ગરીબ થઇ જઇશું...' ટેરિફ અંગે કોર્ટે મોટો ઝટકો આપતા ટ્રમ્પનું પહેલું રિએક્શન

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
આ રીતે તો ગરીબ થઇ જઇશું...' ટેરિફ અંગે કોર્ટે મોટો ઝટકો આપતા ટ્રમ્પનું પહેલું રિએક્શન 1 - image

Donald Trump On Tariff:  અમેરિકાના રાજકારણ અને અર્થવ્યવસ્થામાં હલચલ મચાવતા શુક્રવારે એક અપીલ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા છે. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટનું કહેવું છે કે, પ્રમુખ પાસે ઈમરજન્સીની સત્તા છે, પરંતુ તેમાં ટેરિફ અથવા ટેક્સ લગાવવાનો અધિકાર નથી.  જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા કાનૂની ઝટકા પછી પણ ટેરિફને લઈને પોતાના વલણ પર અડગ છે.

ફેડરલ અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) તેમને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો. કોર્ટે ટેરિફને કાયદાની વિપરીત હોવાના કારણે અમાન્ય જાહેર કર્યા અને ભારપૂર્વક જણાવ્યું કે, તેમના વહીવટ હેઠળ લાદવામાં આવેલા તમામ ટેરિફ યથાવત રહેશે. હવે ટ્રમ્પે આ અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે ટ્રમ્પે કહ્યું કે, જો આ ટેરિફ હટાવી દેવામાં આવશે તો તે દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થશે. ડોનાલ્ડ ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે જો કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે તો દેશ ગરીબ થઈ જશે.

અંતે અમેરિકાની જ જીત થશે

જોકે, કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે લાગુ રહેવા દીધો છે, જેનાથી વહીવટીતંત્રને આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો સમય મળી ગયો. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ચેતવણી આપતા લખ્યું કે, 'બધા ટેરિફ હજુ પણ લાગુ છે! આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટી રીતે કહ્યું કે આપણા ટેરિફ હટાવી દેવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકાની જ જીત થશે. જો ક્યારેય આ ટેરિફને હટાવી દેવામાં આવશે, તો તે દેશ માટે સંપૂર્ણપણે વિનાશક હશે. તે આપણને આર્થિક રીતે નબળા બનાવી દેશે અને આપણે મજબૂત થવું પડશે. ટેરિફ હટાવવું એ દેશ માટે વિનાશક સાબિત થશે.'

ટ્રમ્પે આગળ કહ્યું કે, 'અમેરિકા હવે ભારે વેપાર ખાધ અને અન્ય દેશો પછી ભલે તે મિત્ર હોય કે શત્રુ દ્વારા લાદવામાં આવેલા અયોગ્ય ટેરિફ અને નોન-ટેરિફ વેપાર અવરોધોને સહન નહીં કરશે, જે આપણા ઉત્પાદકો, ખેડૂતો અને બીજા બધાને નબળા પાડે છે. જો તેને આવું જ દેવામાં આવશે, તો આ નિર્ણય ખરેખર સંયુક્ત રાજ્ય અમેરિકાને નષ્ટ કરી દેશે.'

અમેરિકાને ફરીથી સમૃદ્ધ, મજબૂત અને શક્તિશાળી બનાવીશું

તેમણે કહ્યું કે, 'આ શ્રમિક દિવસ સપ્તાહની શરૂઆતમાં આપણે બધાએ યાદ રાખવું જોઈએ કે ટેરિફ એ આપણા શ્રમિકોને મદદ કરવા અને એ કંપનીઓને સમર્થન આપવા માટેનું સૌથી સારું સાધન છે જે શ્રેષ્ઠ 'મેડ ઈન અમેરિકા' ઉત્પાદનો બનાવે છે. ઘણા વર્ષોથી, આપણા બેદરકાર અને મૂર્ખ રાજનેતાઓએ આપણી વિરુદ્ધ ટેરિફનો ઉપયોગ થવા દીધો. હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટની મદદથી આપણે તેનો ઉપયોગ આપણા રાષ્ટ્રના લાભ માટે અને અમેરિકાને ફરીથી સમૃદ્ધ, મજબૂત અને શક્તિશાળી બનાવવા માટે કરીશું!'

રશિયા સાથે ભારતના સતત તેલ વેપારના જવાબમાં અમેરિકાએ ભારતીય નિકાસ પર 50% ટેરિફ લગાવ્યો છે, જે અગાઉના દર કરતા બમણો છે. આનાથી ભારતીય ઉત્પાદનો એશિયામાં સૌથી વધુ કરવેરા હેઠળ આવતા ઉત્પાદનોમાં સામેલ છે અને તેનાથી કાપડ, ફૂટવેર અને જ્વેલરી જેવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર ભારે અસર થવાની આશંકા છે, જેનાથી નોકરી ગુમાવવા અને સ્પર્ધાત્મકતા અંગે ચિંતાઓ વધી શકે છે.

આ પણ વાંચો: 'ભારત કોઈને શત્રુ નથી માનતો...', ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી

ભારત હવે બ્રાઝિલની સાથે સૌથી વધુ અમેરિકન ટેરિફ દરોનો સામનો કરી રહ્યું છે. આ પગલું અમેરિકાના વ્યાપક વેપાર પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જેમાં વિયેતનામ, કંબોડિયા અને લાઓસ જેવા અન્ય દેશો પણ ભારે ટેરિફ લાગી રહ્યો છે.