દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયેલના વ્યાપક હુમલા હીઝબુલ્લાહના લશ્કરી થાણાઓનો સફાયો

હીઝબુલ્લાહે યુદ્ધ વિરામ ભંગ કર્યાનો આક્ષેપ
ઈરાનનું પીઠબળ પામેલા આ જૂથની બિલ્ડીંગ એક્ટિવીટી થંભાવી દીધી : નેતન્યાહૂએ આપત્તિકાલીન કેબિનેટ મીટિંગ બોલાવી
તેલ અવીવ: ઈરાનનું પીઠબળ પામેલા આતંકી જૂથ હીઝબુલ્લાહે દક્ષિણ લેબેનોનમાં લશ્કરી દ્રષ્ટિએ મહત્વનાં તેવા બાંધકામો ઉપર ગઈકાલે (ગુરૂવારે) વ્યાપક હવાઈ હુમલા કરી તે બાંધકામો તોડી ફોડી નાખ્યા હતાં આથી હીઝબુલ્લાહની બાંધકામ પ્રવૃત્તિ અટકી ગઈ છે.
આ હુમલા કરતાં પૂર્વે ઈઝરાયલે આતંકી મથકો નજીક આવેલા તૈબેહ, તાયીર ડેબ્બા અને આયાત-અલ-જબર ગામોના રહેવાસીઓને તે ગામો છોડી ગામથી ઓછામાં ઓછા ૫૦૦ મીટર દૂર ચાલ્યા જવા જણાવ્યું હતું. આ ચેતવણી કર્નલ અવિચ્ચે ખદ્દાઈએ અરબી ભાષામાં આપી હતી.
આ અધિકારીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, એવી અફવા ચાલી રહી છે કે, ઈઝરાયલે ગામોના ગામો ખાલી કરાવ્યા છે, પરંતુ તે અફવા સાચી નથી અમે માત્ર હીઝબુલ્લાહનાં લશ્કરી થાણાઓ નજીક આવેલા ગામોના નિવાસીઓને ઘર છોડી ૫૦૦ મીટર દૂર રહેવા જણાવ્યું છે.
આ સાથે તેઓએ દાવો કર્યો હતો કે, હીઝબુલ્લાહે જ પહેલા યુદ્ધ વિરામ ભંગ કર્યો હોવાથી તેને શિક્ષા કરવા અમારે આ પગલું ભરવું પડયું છે.
ઈઝરાયલના આ હુમલાને લીધે એક જણનું મૃત્યું થયું હતું. કેટલાક ઘાયલ પણ થયા હતા. જોકે ઘાયલોનો સાચો આંક અને મૃતકોનો સાચો આંક તો પછીથી જાણવા મળશે.
ઈઝરાયલ સેનાના કર્નલ ખદ્રાઈએ વધુમાં કહ્યું હતું કે, હીઝબુલ્લાહ જો હુમલા કરશે તો તેમને વળતો ખતરનાક જવાબ અપાશે.
દરમિયાન, કીરીયાત શ્મોના નામક નગરની મ્યુનિસિપાલિટીએ કહ્યું હતું કે, તે ઉપરાંત ગેલીલી અને નોર્ધન મોલન હાઈટ્સ ઉપર પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા.
આમ ફરી મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ તંગ બની રહી છે. હીઝબુલ્લાહ ફરી શસ્ત્ર-સજ્જ થઈ રક્ષણાત્મક દીવાલો બાંધી રહ્યા છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તંગદિલી વ્યાપી રહી છે. મધ્ય-પૂર્વમાં નસીબમાં શાંતિ દેખાતી જ નથી તેમ નિરીક્ષકો કહે છે.

