World

ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઈઝરાયલનો ગાઝામાં ભયાનક હુમલો, 16ના મોત

By GS TEAM
1 Oct 20251 min read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ગાઝામાં શાંતિ યોજના વચ્ચે ઈઝરાયેલે ગાઝામાં ભાયનક હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 16 ફિલિસ્તીનીઓના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાં ગાઝા સિટીમાં વિસ્થાપિતો માટે બનાવેલી સ્થળમાં આશરો લઈ રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની શાંતિ યોજના વચ્ચે ઈઝરાયલનો ગાઝામાં ભયાનક હુમલો, 16ના મોત

Israeli Strikes In Gaza : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા ગાઝામાં શાંતિ યોજના વચ્ચે ઈઝરાયેલે ગાઝામાં ભાયનક હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 16 ફિલિસ્તીનીઓના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાં ગાઝા સિટીમાં વિસ્થાપિતો માટે બનાવેલી સ્થળમાં આશરો લઈ રહેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

શાળા પર થોડી જ મિનિટોના અંતરે બે હુમલા થયા

અલ-અહલી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ગાઝા શહેરના પૂર્વ જિતૂન વિસ્તારમાં આવેલી અલ-ફલાહ શાળા પર થોડી જ મિનિટોના અંતરે બે હુમલા થયા હતા. ગાઝા સિટીના પશ્ચિમી ભાગમાં એક પીવાના પાણીના ટેન્ક પાસે ભેગા થયેલા લોકો પર થયેલા અન્ય એક હુમલામાં પણ પાંચ ફિલિસ્તીનીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિંસા, અનેક જિલ્લાઓમાં ભારે દેખાવો, બેના મોત, પોલીસ જવાનોને બંધક બનાવાયા

યુદ્ધમાં 66000થી વધુના મોત

ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સાત ઓક્ટોબર-2023ના હુમલા બાદથી ઈઝરાયલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 66000થી વધુ ફિલિસ્તીનીઓના મોત થયા છે, જ્યારે આશરે 1.70 લાખ લોકો ઘાયલ થયા છે. પત્રકારોની સુરક્ષા સમિતિ (CPJ) મુજબ આ ક્ષેત્રમાં 200થી વધુ પત્રકારો અને મીડિયાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પના ગાઝા પ્લાનને સમર્થન આપવું ભારે પડ્યું, મુસ્લિમોએ પાકિસ્તાન અને આરબ દેશોનો કર્યો વિરોધ