World

જર્મનીના બનાવટી ફોટોગ્રાફ્સ દર્શાવતાં ઇઝરાયેલી પ્રમુખે સાચી વાત રજૂ કરી

By GS TEAM
7 Aug 20251 min read
જર્મનીના બનાવટી ફોટોગ્રાફ્સ દર્શાવતાં ઇઝરાયેલી પ્રમુખે સાચી વાત રજૂ કરી

- ખાલી વાસણો સાથેના બાળકોના ફોટા બનાવટી છે

- પ્રમુખ ઇસાક હર્ઝોગે ઇસ્ટોનિયાના પ્રમુખ અલાર કારિસ સાથે તેમના મહેલમાં યોજેલી પત્રકાર પરિષદમાં હમાસ જુઠ્ઠાણા ખુલ્લા પાડયા

તેલઅવીવ : બાલ્ટિક સમુદ્રના ઉત્તર ભાગે આવેલા ઇસ્ટોનિયામાં ઇઝરાયલના પ્રમુખ ઇસાક હર્ઝોગે ઇસ્ટોનિયાના પ્રમુખ અલાર કારિસ સાથે પાટનગર તાલિનિનમાં યોજેલી પત્રકાર પરિષદમાં હમાસના દુષ્પ્રચારનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે ગાઝામાં ખાલી વાસણો સાથે ખાદ્યની ભીખ માગતા બાળકોના બનાવટી ફોટા જર્મન વર્તમાનપત્રે પ્રસિદ્ધ કર્યા છે. તે દંભ છે અને ખુલ્લી બનાવટ છે.

આ સાથે હર્ઝોગે કહ્યું હતું કે, તે બધુ ગોઠવીને રજૂ કરાયું છે. બીજા ખંડમાં જ પૂરતું ખાદ્યાન્ન હતું. તેમ હમાસના કબજામાંથી છટકીને આવેલા યહૂદીઓએ જણાવ્યું હતું. વાસ્તવમાં હજી પણ હમાસે બંદી રાખેલાઓ ભૂખે મરે છે, તેમને બંદીવાન બનાવનારાઓ નહીં.

જર્મનીનાં એક વર્તમાનપત્ર સુદ્દેઉત્સએ ઝીતુંગ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા ફોટોગ્રાફો કે જેમાં પેલેસ્ટાઇનીયન બાળકોને ખાલી વાસણો સાથે ખાદ્ય પદાર્થો વહેંચનારાઓ સમક્ષ ઉભેલા દર્શાવાયા છે. તે ફોટોગ્રાફસ વિષે બોલતા ઇઝરાયલના પ્રમુખ ઇસાક હર્ઝોગે આ પ્રમાણે જણાવ્યું હતું.

જો કે કેટલાક વિશ્લેષકો ઇઝરાયલી પ્રમુખના આ કથનોને માત્ર બચાવ કાર્ય સમાન જ ગણાવ્યાં હતા. વાસ્તવિકતા તે છે કે ગાઝાપટ્ટીમાં વ્યાપક ભૂખમરો છે.