World

ઈરાન સાથે યુદ્ધની વચ્ચે ઈઝરાયલની મોટી કાર્યવાહી, મિલિટરી સાથે લેબેનૉનમાં ઘૂસ્યું

By GS TEAM
3 Mar 20262 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનૉનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે. આ ઓપરેશન પાછળની મુખ્ય વ્યૂહનીતિ એ છે કે, સરહદ પર સૈનિકોની સંખ્યા વધારીને હિઝબુલ્લાહના હુમલા રોકવા, જેથી ઉત્તર ઈઝરાયલમાં રહેતા સામાન્ય લોકો સુરક્ષિત રહી શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન સાથે યુદ્ધની વચ્ચે ઈઝરાયલની મોટી કાર્યવાહી, મિલિટરી સાથે લેબેનૉનમાં ઘૂસ્યું
(IMAGE - IANS)

Israel Lebanon Conflict: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનૉનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે. આ ઓપરેશન પાછળની મુખ્ય વ્યૂહનીતિ એ છે કે, સરહદ પર સૈનિકોની સંખ્યા વધારીને હિઝબુલ્લાહના હુમલા રોકવા, જેથી ઉત્તર ઈઝરાયલમાં રહેતા સામાન્ય લોકો સુરક્ષિત રહી શકે.

ખાસ વાત એ છે કે, વર્ષ 2024માં થયેલા યુદ્ધવિરામ બાદ પણ ઈઝરાયલના સૈનિકો લેબેનૉનની સરહદે પાંચ ચોક્કસ જગ્યાએ તો હાજર જ હતા, પરંતુ હવે પરિસ્થિતિ ગંભીર બનતાં તેમણે ત્યાં સુરક્ષાના સાધનો અને હથિયારોમાં મોટો વધારો કર્યો છે. ટૂંકમાં, ઈઝરાયલ હવે વધુ આક્રમક રીતે પોતાની સરહદનું રક્ષણ કરવા માટે લેબેનૉનની અંદર સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે.

હિઝબુલ્લાહનો વળતો જવાબ: ઈઝરાયલી મિલિટરી બેઝ પર હુમલો

બીજી તરફ, ઈઝરાયલના હુમલા સામે હવે લેબેનૉનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ સંગઠને પણ વળતો પ્રહાર શરુ કર્યો છે. લેબેનૉનના બેરુત જેવા શહેરો પર થયેલા બોમ્બમારાના બદલામાં, હિઝબુલ્લાહએ ઉત્તર ઈઝરાયલમાં આવેલા મિલિટરી એર બેઝ પર ડ્રોન વડે હુમલા કર્યા છે. એટલું જ નહીં, તેમણે ગોલાન હાઇટ્સમાં આવેલા ઈઝરાયલી સૈન્ય મથકો પર પણ રોકેટમારો કરીને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઈઝરાયલી કાર્યવાહી સામે હિઝબુલ્લાહ હવે ડ્રોન અને રોકેટના ઉપયોગથી આક્રમક રીતે જવાબ આપી રહ્યું છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ એટેક! ઈરાન અને લેબેનૉનમાં હાહાકાર

વ્યૂહનીતિ અને વર્તમાન સ્થિતિ

ઈઝરાયલ સરકાર હાલમાં પીછેહઠ કરવા તૈયાર નથી અને સરહદ પર ભારે તણાવ હોવા છતાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી નથી. જોકે, સંભવિત હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

નેતન્યાહૂ સરકારનું આક્રમક વલણ અને સામે પક્ષે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન તથા રોકેટ હુમલાઓને કારણે પરિસ્થિતિ વણસી છે. આ બંને પક્ષો વચ્ચેની ટક્કરને લીધે સમગ્ર મધ્ય-પૂર્વ ફરી એકવાર ભીષણ યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે.