ઈરાન અને સીરિયા બાદ હવે આ દેશ પર ત્રાટક્યું ઈઝરાયલ, ધમકી આપતા કહ્યું- તેહરાન જેવા હાલ કરીશું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Warns Houthis In Yemen: ઈઝરાયલે સીરિયા, લેબનન, ગાઝા અને તેહરાન સહિત મધ્ય-પૂર્વના ઘણા દેશો સાથે દુશ્મનાવટ કરી છે. થોડા સમય પહેલાં જ ઈરાન સાથે 12 દિવસ સુધી ભીષણ યુદ્ધ કર્યું હતું. જેમાં તેણે ઈરાનની રાજધાની તેહરાન પર અનેક બોમ્બ અને મિસાઈલો વડે હુમલા કર્યા હતાં. હવે યમનમાં પણ આ પ્રકારના હુમલા કરવાની ધમકી આપી છે. ઈઝરાયલે યમનના ઉગ્રવાદી સમૂહ હૂતીને ટાર્ગેટ બનાવતાં હુમલા શરૂ કર્યા છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે જણાવ્યું હતું કે, જો હૂતી સંગઠને શરણાગતિ ન સોંપી તો યમનના પણ તેહરાન જેવા હાલ કરવામાં આવશે.
યમનના શહેર હુદેદામાં ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે હાલમાં થોડા સમય પહેલાં જ એક-પછી-એક અનેક હુમલા કર્યા હતાં. ઈઝરાયલનું કહેવું છે કે, અમે હૂતીના આતંકી ઠેકાણાં પર હુમલા કર્યા હતાં. કાર્યવાહી દરમિયાન તેમની ફ્યુલ ટેન્કો અને જહાજોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયલે મિસાઈલો અને ડ્રોન વડે જે શહેર પર હુમલા કર્યા હતાં. તેના પર સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, તે શહેરોમાં હૂતીઓએ મોટાપાયે ઈરાનને ટેકો આપવા હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તદુપરાંત અહીં તેની ગતિવિધિઓ પર ચાલી રહી હતી.
યમને હૂતી પર કાબૂ ન મેળવ્યો તો તેહરાન જેવા હાલ થશે
ઈઝરાયલની સેનાએ આગળ કહ્યું કે, અમે હૂતી આતંકવાદીઓના ઠેકાણાંઓની ઓળખ કરી લીધી હતી. હુદેદાનો પોર્ટ તેમની ગતિવિધિઓનું મુખ્ય મથક બની ગયુ હતું. તદુપરાંત તેમની તરફથી ઉપયોગમાં લેવાયેલા હથિયારોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. ઈઝરાયલે જણાવ્યું હતું કે, જો યમને તેમને નિયંત્રિત ન કર્યા તો તેના હાલ પણ તેહરાન જેવા થશે. ઈઝરાયલ દ્વારા હુમલાઓ થશે, અને ગંભીર પરિણામ ભોગવવા પડશે.
ઉલ્લેખનીય છે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ અગાઉ જાન્યુઆરીમાં યેમેનને ચીમકી આપી હતી કે, યેમેનના હૂતીઓએ ઈઝરાયલ વિરૂદ્ધ ગતિવિધિઓ બદલ ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલને ધમકી આપવા બદલ નેતન્યાહૂએ હૂતીઓને ચેતવણી આપી હતી.








