World

ગાઝા જતું 'ગ્લોબલ સમુદ ફ્લોટિલા' ઈઝરાયલે દરિયામાં અટકાવ્યું, 200ની ધરપકડ, અનેક દેશો ભડક્યાં

By GS TEAM
2 Oct 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલના સૈન્યએ ગાઝા જતાં વિદેશી એક્ટિવિસ્ટ અને રાહત સામગ્રીથી ભરેલી અનેક બોટને અટકાવી અટકાયતનો દોર ચલાવ્યો છે. આ તમામને ઈઝરાયલના પોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલની આ કાર્યવાહીના પડઘાં આખી દુનિયામાં પડ્યા છે કેમ કે આ કાફલાને ગ્લોબલ સમુદ ફ્લોટિલા નામ અપાયું હતું જેમાં ઘણાં દેશોમાંથી વિવિધ વિદ્વાનો, એક્ટિવિસ્ટ, ડૉક્ટર્સ વગેરે ગાઝા પીડિતો માટે મદદ લઈને જઈ રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝા જતું 'ગ્લોબલ સમુદ ફ્લોટિલા' ઈઝરાયલે દરિયામાં અટકાવ્યું, 200ની ધરપકડ, અનેક દેશો ભડક્યાં

Israel vs Hamas War Update : ઈઝરાયલના સૈન્યએ ગાઝા જતાં વિદેશી એક્ટિવિસ્ટ અને રાહત સામગ્રીથી ભરેલી અનેક બોટને અટકાવી અટકાયતનો દોર ચલાવ્યો છે. આ તમામને ઈઝરાયલના પોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલની આ કાર્યવાહીના પડઘાં આખી દુનિયામાં પડ્યા છે કેમ કે આ કાફલાને ગ્લોબલ સમુદ ફ્લોટિલા નામ અપાયું હતું જેમાં ઘણાં દેશોમાંથી વિવિધ વિદ્વાનો, એક્ટિવિસ્ટ, ડૉક્ટર્સ વગેરે ગાઝા પીડિતો માટે મદદ લઈને જઈ રહ્યા હતા. 


ઈઝરાયલને ગાઝાની દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે 

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝામાં અનેક દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે અને ત્યાં હમાસ વિરુદ્ધ યુદ્ધ પણ ચાલી રહ્યું છે જેના કારણે ભારે તબાહી મચી છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે વર્ષ 2023થી સંઘર્ષ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 66000 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં આડેધડ હુમલા કરાઇ રહ્યા છે અને નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ, ઈઝરાયલના હુમલામાં દરરોજ આશરે 100 જેટલા લોકોના મોત થઇ રહ્યા છે.


200થી વધુની અટકાયતના અહેવાલ 

અહેવાલ અનુસાર ઈઝરાયલના વિદેશ મંત્રાલયે એક વીડિયો શેર કર્યો છે જેમાં ગ્લોબલ સમુદ ફ્લોટિલામાં સામેલ સૌથી ચર્ચિત સ્વિડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને બતાવાઈ છે જે ડેક પર બેસેલી છે અને તેની ચારેબાજી ઈઝરાયલના સૈનિકો ઘેરી વળ્યા હતા. ઈઝરાયલે આ સાથે પાકિસ્તાનના પૂર્વ સાંસદ મુશ્તાક અહેમદ ખાનને પણ અટકાયત કરી છે. એક અહેવાલ અનુસાર ગાઝા જતા આ ગ્લોબલ સમુદ ફ્લોટિલામાં સામેલ 37 દેશોના 200 થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. 


તૂર્કિયે ઈઝરાયલની કાર્યવાહી સામે ભડક્યું 

ભૂમધ્ય સાગરના માર્ગે આગળ વધી રહેલા ગ્લોબલ સમુદ ફ્લોટિલાએ આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તૂર્કિયે, સ્પેન અને ઈટાલી જેવા દેશોથી પણ બોટ, ડ્રોન મોકલવામાં આવ્યા હતા જેથી જરૂર પડે તો નાગરિકોની મદદ કરી શકાય. આ દરમિયાન ઈઝરાયલે ચેતવણી ઉચ્ચારી હતી કે આ તમામ બોટ પાછી વળી જાય. તૂર્કિયેના વિદેશ મંત્રાલયે ફ્લોટિલા સામે ઈઝરાયલની કાર્યવાહીને હુમલો અને આતંકી કૃત્ય ગણાવ્યું છે. જ્યારે ઈટાલીમાં પણ ઈઝરાયલની આ કાર્યવાહી સામે વિરોધની આગ ભડકી છે.