World

ઈરાનના પ્રચંડ હુમલાઓને પગલે ઈઝરાયલને મદદની જરૂર પડી? આંતરરાષ્ટ્રીય સર્મથન માગ્યું

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે (19મી જૂન) કહ્યું કે, 'ઈઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ માટે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આંતરરાષ્ટ્રીય સમર્થનનું સ્વાગત છે.' તેમનું આ નિવેદન અમેરિકાને યુદ્ધમાં પ્રવેશવા માટે ખુલ્લું આમંત્રણ છે. નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું હતું કે, અમેરિકા હજુ સુધી ઈરાન-ઇઝરાયલ તણાવમાં દખલગીરી કરી નથી. નેતન્યાહૂએ એવો પણ દાવો કર્યો છે કે ઇઝરાયલે અત્યાર સુધીમાં ઈરાનના 50ટકા થી વધુ મિસાઇલ લોન્ચરનો ખાતમો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના પ્રચંડ હુમલાઓને પગલે ઈઝરાયલને મદદની જરૂર પડી? આંતરરાષ્ટ્રીય સર્મથન માગ્યું
Image Source-IANS


Iran-Israel Conflict: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે (19મી જૂન) કહ્યું કે, 'ઈઝરાયલ ઈરાનના તમામ પરમાણુ સ્થળો પર હુમલો કરી શકે છે. આ માટે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આંતરરાષ્ટ્રીય સમર્થનનું સ્વાગત છે.' તેમનું આ નિવેદન અમેરિકાને યુદ્ધમાં પ્રવેશવા માટે ખુલ્લું આમંત્રણ છે. નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું હતું કે, અમેરિકા હજુ સુધી ઈરાન-ઇઝરાયલ તણાવમાં દખલગીરી કરી નથી. નેતન્યાહૂએ એવો પણ દાવો કર્યો છે કે ઇઝરાયલે અત્યાર સુધીમાં ઈરાનના 50ટકા થી વધુ મિસાઇલ લોન્ચરનો ખાતમો કર્યો છે.

હું એ કરીશ જે ઈઝરાયલ માટે જરૂરી છે: બેન્જામિન નેતન્યાહૂ

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, 'મેં પહેલા કહ્યું હતું કે અમે મિલિડ ઈસ્ટનો ચહેરો બદલી રહ્યા છીએ. હવે હું કહું છું કે અમે આખી દુનિયાનો ચહેરો બદલી રહ્યા છીએ. ઈઝરાયલ પાસે ઈરાનના તમામ પરમાણુ સ્થળોનો ખાતમો કરવાની ક્ષમતા છે, જો આમાં કોઈ મદદ કરવા માંગે છે, પછી ભલે તે અમેરિકા હોય કે બીજું કોઈ - અમે તેનું સ્વાગત કરીએ છીએ. ટ્રમ્પ એ કરશે જે અમેરિકા માટે સારું છે અને હું એ કરીશ જે ઈઝરાયલ માટે જરૂરી છે.'

નિષ્ણાતોના મતે આ નિવેદનને સંયુક્ત લશ્કરી સહયોગ માટે ખુલ્લા આમંત્રણ તરીકે માની રહ્યા છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાન સામે અમેરિકાની લશ્કરી ભૂમિકાનો સંકેત આપી રહ્યા છે.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ કન્ફ્યૂઝ! હુમલાનો આદેશ બે અઠવાડિયા માટે ટાળ્યો

ઈઝરાયલી હોસ્પિટલ પર ઈરાની હુમલા બાદ તણાવ વધ્યો

ગુરુવારે (19મી જૂન) ઈરાને દ્વારા ઈઝરાયલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં હોસ્પિટલનો એક ભાગ બળીને ખાખ થઈ ગયો અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાત્ઝે આ હુમલા માટે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈને સીધા દોષી ઠેરવતા કહ્યું કે, 'જે વ્યક્તિ હોસ્પિટલો પર હુમલો કરે છે તે આ દુનિયામાં રહેવાને લાયક નથી.'

રશિયાની કડક ચેતવણી

અહેવાલો અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુલ્લેઆમ અમેરિકાને યુદ્ધમાં મદદ માટે આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે રશિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા આ ​​યુદ્ધમાં કૂદી પડે છે, તો તે અત્યંત ખતરનાક પગલું હશે.