World

'ઈરાન પર વધુ જોરદાર હુમલા કરીશું', નેતન્યાહૂએ ઇઝરાયલના 'એટેક પાર્ટ-2' ને આપી મંજૂરી

By GS TEAM
1 Mar 20263 mins read
TukuTouch Logo
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના લોકોને સીધી અપીલ કરી છે કે, તે પોતાના દેશની હાલની સત્તા વિરુદ્ધ ઉભા થાય. અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ નેતન્યાહૂ મોટા પ્રમાણમાં ઈરાનમાં શાસક પક્ષના વિરોધમાં પ્રદર્શન શરૂ થાય તેવી કોશિશ કરી રહ્યા છે, નેતન્યાહૂએ 'એટેક પાર્ટ 2'ને મંજૂરી આપતા કહ્યું કે 'રોકાયા વગર ઈરાન પર હુમલો કરતાં રહીશું'

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન પર વધુ જોરદાર હુમલા કરીશું', નેતન્યાહૂએ ઇઝરાયલના 'એટેક પાર્ટ-2' ને આપી મંજૂરી

Netanyahu Appeals Iran People: ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ઈરાનના લોકોને સીધી અપીલ કરી છે કે, તે પોતાના દેશની હાલની સત્તા વિરુદ્ધ ઉભા થાય. અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર ખામેનેઈના મોત બાદ નેતન્યાહૂ મોટા પ્રમાણમાં ઈરાનમાં શાસક પક્ષના વિરોધમાં પ્રદર્શન શરૂ થાય તેવી કોશિશ કરી રહ્યા છે, નેતન્યાહૂએ 'એટેક પાર્ટ 2'ને મંજૂરી આપતા કહ્યું કે 'રોકાયા વગર ઈરાન પર હુમલો કરતાં રહીશું'

'હજારો ઠેકાણા પર હુમલા કરીશું'

હાલ જ ઈઝરાયલે ઈરાન પર કરેલા ઘાતક હુમલાઓ બાદ વડા પ્રધાન નેતન્યાહૂએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે, આવનારા દિવસોમાં આતંકી શાસનના હજારો ઠેકાણા પર હુમલા કરવામાં આવશે. અમે એવી પરિસ્થિતિઓ બનાવીશું કે ઈરાનના બહાદુર લોકો સરમુખત્યારશાહીની સાંકળોથી મુક્ત થઈ શકે. તેથી જ હું ફરી એકવાર તમારી સાથે વાત કરી રહ્યો છું.'

'આ મોકાને હાથમાંથી ન જવા દો'

ઈરાનના નાગરિકોને સંબોધન કરતાં નેતન્યાહૂએ આ સમયને 'દુર્લભ ઐતિહાસિક તક' ગણાવી અને લોકોને ચૂપ ન રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું, 'ઈરાનના નાગરિકો, આ મોકાને હાથમાંથી ન જવા દો. આવો મોકો દરેક પેઢીમાં માત્ર એક જ વખત આવે છે, ચૂપચાપ ન બેસો, તમારો સમય જલદી આવવાનો છે. તેમણે લોકોને લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરવા અને સામૂહિક રીતે વર્તમાન વ્યવસ્થાને ઉથલાવી દેવા અપીલ કરી.

'પરમાણુ હથિયારોથી સજ્જ થવા નહીં દઈએ'

ગઇકાલે શનિવારે ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, 'ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે. છેલ્લા 47 વર્ષોથી આયતોલ્લા શાસન 'ડેથ ઑફ ઈઝરાયલ' અને 'ડેથ ઑફ અમેરિકા'ના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે.' 

રશિયા-ચીન ઈરાનની પડખે

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે. બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, 'ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ખુલ્લુ ઉલ્લંઘન છે. ચીન તેના વિરુદ્ધમાં છે અને હુમલાની ઘોર નિંદા કરે છે. અમે મિલિટ્રી ઓપરેશનને તાત્કાલિક રોકવા, તણાવપૂર્ણ સ્થિતિને આગળ વધતી રોકવા, તેમજ મધ્ય પૂર્વ અને દુનિયામાં શાંતિ અને સ્થિરતા બની રહે તેવા સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરીએ છીએ'

આ પણ વાંચો: એક સમયે ઈરાનના પાક્કા મિત્રો હતા અમેરિકા-ઈઝરાયલ, એવું શું થયું કે બન્યા કટ્ટર દુશ્મન

આ તમામ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે હુમલા કરી દબાણ વધારી રહ્યા છે, જેનો ઈરાને વળતો પ્રહાર કરતાં પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. જેથી લાંબા અને વ્યાપક સંઘર્ષની આશંકા સેવાઇ રહી છે.