World

'ગાઝામાં જે રોકાયેલા રહેશે તે આતંકવાદી, શહેરને તાત્કાલિક ખાલી કરો નહીંતર...', ઇઝરાયલી રક્ષા મંત્રીએ આપી ધમકી

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
ઇઝરાયલના રક્ષા મંત્રીએ બુધવારે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓને તાત્કાલિક શહેર ખાલી કરવાનો કડક આદેશ આપ્યો. તેમણે તેને પેલેસ્ટાઈનવાસીઓ માટે 'અંતિમ મોકો' ગણાવ્યો અને ચેતવણી આપી કે જો કકોઈ પણ ત્યાં રોકાશે, તો તેને હમાસ સમર્થક માનવામાં આવશે. આવા લોકોને ઇઝરાયલના હાલના સૈન્ય અભિયાનની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગાઝામાં જે રોકાયેલા રહેશે તે આતંકવાદી, શહેરને તાત્કાલિક ખાલી કરો નહીંતર...', ઇઝરાયલી રક્ષા મંત્રીએ આપી ધમકી
Image Source: IANS

Israel News: ઇઝરાયલના રક્ષા મંત્રીએ બુધવારે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનવાસીઓને તાત્કાલિક શહેર ખાલી કરવાનો કડક આદેશ આપ્યો. તેમણે તેને પેલેસ્ટાઈનવાસીઓ માટે 'અંતિમ મોકો' ગણાવ્યો અને ચેતવણી આપી કે જો કકોઈ પણ ત્યાં રોકાશે, તો તેને હમાસ સમર્થક માનવામાં આવશે. આવા લોકોને ઇઝરાયલના હાલના સૈન્ય અભિયાનની સંપૂર્ણ તાકાતનો સામનો કરવો પડશે. આ નિવેદન ઇઝારયલની ગાઝામાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન આવ્યું છે, જે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા બાદ શરૂ થયેલા સંઘર્ષનો ભાગ છે. જણાવી દઈએ કે, 1 ઓક્ટોબર 2025ના રોજ ઇઝારયલના હુમલામાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટાઈનના લોકો માર્યા ગયા છે.

રક્ષા મંત્રી ઇઝરાયલ કાર્ટ્ઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, આ તે ગાઝાવાસીઓ માટે અંતિમ અવસર છે જે દક્ષિણ તરફ જવા ઇચ્છે છે અને હમાસના આતંકવાદીઓને શહેરમાં એકલા છોડવા ઇચ્છે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ગાઝામાં રહેતા આતંકવાદીઓ કે તેમના સમર્થક માનવામાં આવશે.

ગાઝામાં સતત હુમલા યથાવત

ઇઝરાયલે ગાઝામાં પોતાની સૈન્ય કાર્યવાહી બુધવારે પણ યથાવત્ રાખી હતી, જેમાં ઓછામાં ઓછા 16 ગાઝાવાસીઓના જીવ ગયા. અધિકારીઓના અનુસાર, આ હુમલાઓમાં વિસ્થાપિત પેલેસ્ટાઈનવાસીઓને નિશાન બનાવાયા, જેમાંથી અનેક એક સ્કૂલમાં શરણ લીધેલ હતા. અલ-અહલી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, ગાઝા શહેરના પૂર્વ જિતૂન વિસ્તારમાં આવેલા અલ-ફલાહ સ્કૂલ પર થોડી મિનિટોમાં બે હુમલા કરાયા. પહેલા હુમલા બાદ મદદ માટે પહોંચેલા લોકો પણ બીજા હુમલાના શિકાર થઈ ગયા.

આ રીતે શહેરના પશ્ચિમ ભાગમાં એક પીવાના પાણીની ટાંકી નજીક પાસે એકઠા થયેલા લોકો પર થયેલા હુમલામાં પાંચ પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા. ગાઝા સિટીમાં શિફા હોસ્પિટલને સૂચના આપી કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ પર હુમલામાં એક વ્યક્તિનું મોત થયું, જેનો મૃતદેહ હોસ્પિટલ પહોંચાડાયો. મધ્ય ગાઝાના નુસરત શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં એક દંપતિનો જીવ ગયો. જ્યારે બુરેજ શરણાર્થી શિબિરમાં એક અન્ય હુમલામાં એક વ્યક્તિ માર્યો ગયો. અલ-અવદા હોસ્પિટલે તેની પુષ્ટિ કરી.