Get The App

આ કેવું સીઝફાયર? ગાઝામાં બે દિવસમાં 300 લોકોના મોત, ઈઝરાયલે 26થી વધુ હુમલા કર્યા

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
આ કેવું સીઝફાયર? ગાઝામાં બે દિવસમાં 300 લોકોના મોત, ઈઝરાયલે 26થી વધુ હુમલા કર્યા 1 - image


Image Source: Twitter

Israel-Hamas War: અમેરિકા દ્વારા ઈઝરાયલ પર હમાસ સાથે સમાધાન કરવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. હમાસ પણ કહી રહ્યું છે કે, સીઝફાયર કરી લેવામાં આવે. આ સાથે જ યુદ્ધનો પણ સંપૂર્ણ અંત લાવવામાં આવે. ત્યારે તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈઝરાયલે ગાઝામાં 60 દિવસના સીઝફાયર પર સંમતિ દર્શાવી છે.  પરંતુ આ કેવી રીતે શક્ય બનશે? આ સવાલ હજુ પણ ઊભો છે. તેનું કારણ છે કે, ઈઝરાયલ સીઝફાયર વચ્ચે પણ સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે. છેલ્લા દિવસોમાં ઈઝરાયલે ગાઝા પર તાબડતોડ 26 હુમલા કર્યા, જેમાં 300 લોકો માર્યા ગયા છે. એક અહેવાલ પ્રમાણે મૃતકોમાંથી 48 લોકો તો એવા છે જે રાહત સામગ્રી માટે ઊભા હતા અને આ દરમિયાન થયેલા હુમલામાં તેઓ માર્યા ગયા. 

આ પણ વાંચો: ગાઝામાં 60 દિવસના યુદ્ધવિરામ માટે સહમત થયું ઇઝરાયલ, ટ્રમ્પે હમાસને આપી ચેતવણી

ગાઝા પર ઈઝરાયલના ઘાતક હુમલા

શુક્રવાર સવારથી અત્યાર સુધીમાં 73 લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં કેટલાક હુમાલામાં ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેને અમેરિકાનું પણ સમર્થન છે. એક સ્કૂલમાં ઈમારતમાં આશ્રય લેનારા અહેમદ મન્સૂરે આ હુમલા અંગે જણાવ્યું કે, 'જ્યારે અમે સવારે ઉઠ્યા ત્યારે ઈઝરાયલના ઘાતક હુમલાઓ ચાલી રહ્યા હતા. એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવી ગયો છે. લોકોનું કહેવું હતું કે, આ કદાચ ડ્રોન હુમલો છે અને પછી બીજો હુમલો વધુ ઘાતક હતો. મિસાઈલો ખૂબ જ ખતરનાક હતી અને જ્યાં પણ પડી ત્યાં બધું રાખ થઈ ગયું. ખતરનાક આગ લાગી રહી હતી. ઘણા લોકો એવા હતા જે આ હુમલાઓની આગમાં સળગી ગયા હતા અને કલાકો સુધી તડપતા રહ્યા.'

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ : મૃતકોના પરિજનોના વળતર અંગેના આરોપો વિશે એર ઈન્ડિયાએ આપ્યો જવાબ

અમેરિકાની ઈઝરાયલને સીઝફાયરની સલાહ

આ ઉપરાંત દક્ષિણ ગાઝાના અલ-માવાસીમાં રહેતા ટેન્ટ પર થયેલા હુમલામાં 13 લોકો માર્યા ગયા હતા. એટલું જ નહીં મુસ્તફા હાફિઝ સ્કૂલમાં પણ 16 લોકોના મોત થઈ ગયા છે. અહીં મોટી સંખ્યામાં ગાઝા પશ્ચિમથી આવેલા શરણાર્થીઓ રહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ ઈઝરાયલને હમાસ સાથે 60 દિવસનું સીઝફાયર કરી લેવાની સલાહ આપી છે. જોકે, બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે, 'જ્યાં સુધી અમે ગાઝામાંથી હમાસ્તાનને ખતમ નહીં કરીએ ત્યાં સુધી અમે સીઝફાયર નહીં કરીશું.' આવી સ્થિતિમાં ઈઝરાયલ જલ્દીથી સીઝફાયર માટે રાજી થાય તેની શક્યતા ખૂબ ઓછી છે. 

Tags :