Get The App

ધર્મના નામે નવી ફૌજ બનાવી રહ્યું છે ઈઝરાયલ, જાણો કોણ છે હરેદીમ યહૂદી?

Updated: Jan 6th, 2025

GS TEAM


Google News
Google News
ધર્મના નામે નવી ફૌજ બનાવી રહ્યું છે ઈઝરાયલ, જાણો કોણ છે હરેદીમ યહૂદી? 1 - image


Image: X

Israel Army: ઈઝરાયલ સેનાને યુદ્ધ દરમિયાન સૈનિકોની ભારે અછત થવા લાગી છે. હવે ઈઝરાયલની સેના ધાર્મિક કાર્યોમાં રહેનાર યહુદીઓને પણ સેનામાં ભરતી કરવા લાગી છે. IDF એ જાણકારી આપી કે 'અમે અતિ-રૂઢિવાદી બ્રિગેડ 'હાહાશ્મોનાઈમ' માટે પોતાની પહેલી ભરતી શરૂ કરી દીધી છે. લગભગ 50 અતિ-રૂઢિવાદી જવાનોને સેનામાં ભરતી કરવામાં આવ્યા, જેનાથી બ્રિગેડની પહેલી કંપની બની ગઈ છે.'

અતિ-રૂઢિવાદી યહુદીઓને હરેદીમના નામથી ઓળખવામાં આવે છે. સેનાએ એ પણ જણાવ્યું કે ' વધુ 100 અલ્ટ્રા ઓર્થોડોક્સને 6 મહિનાની ટ્રેનિંગ બાદ બ્રિગેડની પહેલી રિઝર્વ કંપનીનો ભાગ બનાવવામાં આવશે. આ ઈઝરાયલની સરકાર તરફથી યુદ્ધની જરૂરિયાતોને પૂરી કરવા અને અલ્ટ્રા ઓર્થોડોક્સ કોમ્યુનિટીને સેના સાથે જોડવા માટે ઉઠાવવામાં આવેલું ખાસ પગલું છે.'

આ પણ વાંચો: પહેલા કોરોના, હવે HMPV... ચીનથી જ કેમ દુનિયાભરમાં ફેલાય છે વાયરસ? 1500 વર્ષ જૂનો છે ઈતિહાસ

કોણ છે ઈઝરાયલના હરેદીમ?

અતિ-રૂઢિવાદી યહુદીઓને હિબ્રૂ ભાષામાં હરેદીમ કહેવામાં આવે છે. તે યહુદી ધર્મનો સૌથી આકરો અનુયાયી સંપ્રદાય છે, જે પ્રાર્થના અને પૂજા માટે પોતાને સમાજથી અલગ રાખે છે. તેમનો એક ખાસ પોશાક હોય છે, જેમાં મહિલાઓ લાંબા, સામાન્ય વસ્ત્ર અને માથું ઢાંકવા વાળા વસ્ત્ર પહેરે છે અને પુરુષ કાળો સૂટ કે ઓવરકોટ અને મોટી ટોપી પહેરે છે. આ સમુદાયને ઈઝરાયલના કાયદામાં સેનામાં જરૂરી ભરતીથી છુટ આપવામાં આવી હતી. તેને 'ટોરાટો ઉમાનુતો' કહેવામાં આવે છે, જેનો અર્થ છે, 'ધર્મનું અધ્યયન જ તેનું કાર્ય છે.'

યુદ્ધ બાદ કાયદેસર છુટ ખતમ કરવામાં આવી

હરેદીમને મળનારી કાયદેસર છુટને ગત વર્ષે જુલાઈમાં ખતમ કરી દેવાઈ છે. તે બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન પણ થયા હતા.

Tags :