ઇઝરાયલ-ઇરાન યુદ્ધ: તેહરાનમાં પોતાનું ઘર છોડીને ભાગી રહ્યાં છે લોકો, કંઈક મોટું થવાના એંધાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Iran War: ઇરાન-ઇઝરાયેલ યુધ્ધમાં 'કુછ બડા હોને વાલા હૈ' એવો ટ્રમ્પે ઇશારો કરતા ઇરાનની રાજધાનીમાં તેહરાનમાં અફરાતફરી મચી ગઇ છે. 1 કરોડની વસ્તી ધરાવતા તેહરાન શહેરના લોકો ઘર ખાલી કરીને બીજા સલામત સ્થળે જવાની ઉતાવળ કરી રહ્યા છે. લોકો ઘર છોડતા રહેલા ઘરની છેલ્લી તસ્વીર પાડીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે. જેનું શિર્ષક 'ધ લાસ્ટ ફોટો ઓફ હોમ' આપવામાં આવ્યું છે. રાજધાની તેહરાનમાં અનેક નિવાસીઓ શહેરથી બહાર જવાની ઉતાવળ કરતા હોવાથી રસ્તા પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ઈરાનમાં અનેક વિસ્તારોમાં હાલ ઈન્ટરનેટ સેવા બંધ છે.
જ્યારે ક્યારે પાછા ફરવું એનો સમય નક્કી ના હોય ત્યારે ઘર છોડવું ખૂબજ મુશ્કેલ બને છે. કેટલાકે ઘરમાં ચીજ વસ્તુઓ મેળવવા માટે કેટલી મહેનત કરી હતી એને સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યા છે. એક કરોડ લોકો માટે શહેરને ખાલી કરીને જવાનું શક્ય નથી, કેટલાકે પોતાના ઘરમાં જ રહેવાનું નક્કી કરી દીધું છે. ખાસ કરીને વૃદ્ધ માતા-પિતા, બાળકો અને જેમને ઇલાજ કરાવવાની જરુરિયાત છે, જેમની પાસે કોઇ ઉપાય નથી તેઓ તેહરાનમાં જ રહેશે. અગાઉ ઇઝરાયલી સેનાએ પણ નિવાસીઓને ઉત્તરી તેહરાનમાં એક મોટ વિસ્તારને ખાલી કરવા માટે જણાવ્યું હતું.

'સીઝફાયર નહીં, કંઈક મોટું થવાનું છે', G7 સમિટ અધવચ્ચે છોડ્યા બાદ ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ
કેનેડામાં આયોજિત G7 સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા હતા. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે, હવે અમેરિકા ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

ટ્રમ્પે કેનેડાથી પરત વોશિંગ્ટન જતી વખતે નિવેદન આપ્યું હતું કે, પ્રશંસા મેળવાની ઇચ્છા રાખતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે, હું કેનેડામાં G7 શિખર સંમેલન છોડી પરત વોશિંગ્ટન જઈ રહ્યો છું, જેથી ઈરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. પરંતુ તે વાત ખોટી છે. તેમને ખબર નથી કે, હું શા માટે વોશિંગ્ટન પરત ફરી રહ્યો છું. પરંતુ નિશ્ચિત રૂપે સીઝફાયર માટે તો નહીં. તેનાથી પણ કંઈક મોટું થવાની શક્યતા છે... જાણી જોઈને અથવા અજાણતાં ઈમેન્યુઅલ હંમેશા ખોટા જ નિવેદનો આપે છે.
જેઓ ખુદ નિકળી શકે છે તે નિકળી જાય: તેહરાનમાં ફસાયેલા ભારતીયોને એમ્બેસીની અપીલ
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય એમ્બેસીએ મંગળવારે પોતાના નાગરિકોને અપીલ કરી છે. ઈરાનમાં ભારતીય એમ્બેસીએ મંગળવારે તેહરાનમાં તમામ ભારતીય નાગરિકો અને જાહેર સૂચના અધિકારીઓ (PIO)ને સલાહ આપી છે કે જે લોકો ખુદને શહેરની બહાર સુરક્ષિત સ્થળ પર લઈ જઈ શકે છે તેઓ નિકળી જાય. જે ભારતીયો હજુ સુધી અમારો સંપર્ક નથી કરી શક્યા તેઓ તાત્કાલિક સંપર્ક કરે. તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને એમ્બેસી તરફથી સુરક્ષા આપીને શહેરથી બહાર લઈ જવાયા છે. જણાવી દઈએ કે, ઈરાનમાં 10 હજાર 765 ભારતીય નાગરિક રહે છે.









