આગામી 48 કલાકમાં 14 હજાર બાળકોનો જીવ જઈ શકે... ઈઝરાયલની ગાઝામાં નાકાબંધી બાદ UNએ આપી ચેતવણી
Israel Gaza Conflict: સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે, જો યુદ્ધગ્રસ્ત ગાઝામાં હજુ વધારે મદદ ન પહોંચી તો 48 કલાકમાં 14 હજાર બાળકોના મોત થઈ શકે છે. ઈઝરાયલના અધિકારી ગાઝાની 11 અઠવાડિયા સુધી સંપૂર્ણ રીતે ઘેરાબંધી કર્યા બાદ માત્ર મર્યાદિત સહાયતાને જ પેલેસ્ટાઈન વિસ્તારમાં પ્રવેશની મંજૂરી આપી રહ્યા છે.
14 હજાર બાળકોના જીવને ખતરો
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવીય સહાયતા પ્રમુખ ટૉમ ફ્લેચરે કહ્યું કે, સોમવારે માત્ર પાંચ ટ્રક જ માનવીય સહાયતાને લઈને ગાઝામાં પહોંચ્યા. જેમાં બાળકો માટે ભોજન પણ સામેલ હતું. તેમણે કહ્યું કે, મદદ હજુ પણ જરૂરિયાતમંદ સમુદાયો સુધી નથી પહોંચી. આગામી 48 કલાકમાં 14 હજાર બાળકોના જીવ જઈ શકે, જો આપણે તેના સુધી નહીં પહોંચી શકીએ. આપણે તે બાળકો સુધી ભોજન પહોંચાડવા માટે તમામ પ્રકારના જોખમ ઉઠાવીએ છીએ, જેમની માતા પોતાના બાળકોને ભોજન નથી કરાવી શકતી, કારણ કે તેઓ કુપોષિત છે.
બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ઇઝરાયલની કરી નિંદા
સંયુક્ત રાષ્ટ્ર અધિકારીની ટિપ્પણી બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાના નેતાઓ દ્વારા સોમવારે ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની નિંદા કરવા અને માનવીય સહાયતા પર પ્રતિબંધ સમાપ્ત કરવા પર સંયુક્ત કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આવી છે. એક સંયુક્ત નિવેદનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ફ્રાસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઇઝરાયલ દ્વારા મદદ રોકવા અને નેતન્યાહૂ સરકારના મંત્રીઓની ટિપ્પણીઓની નિંદા કરી. જણાવી દઈએ કે, મંત્રીઓએ પેલેસ્ટાઈનવાસીઓના મોટા પ્રમાણમાં વિસ્થાપનની ધમકી આપી છે.