Get The App

ઈઝરાયલના જેરુસલેમના આસપાસના વિસ્તારોમાં ભીષણ આગ, નેશનલ ઇમરજન્સી જાહેર, સેના કરાઈ તહેનાત

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલના જેરુસલેમના આસપાસના વિસ્તારોમાં ભીષણ આગ, નેશનલ ઇમરજન્સી જાહેર, સેના કરાઈ તહેનાત 1 - image


Israel Fire: એક તરફ જ્યાં ઇઝરાયલના વડા મંત્રી બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વ હેઠળનો દેશ હમાસને લઈને એલર્ટ છે, ત્યાં બીજી તરફ એક ભીષણ આગે દેશને એક નવા સંકટમાં ધકેલી દીધો છે. જેરુસલેમના પશ્ચિમી ભાગોમાં લાગેલી આ આગને કારણે ઇઝરાયલમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવાઈ છે અને સેના તહેનાત કરી દેવાઈ છે. કોઈ આતંકવાદી હુમલો થયો ન હતો, કે કોઈ ઉગ્રવાદી સંગઠન દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી, પરંતુ આગ એટલી ભયંકર હતી કે ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય મદદ માંગવી પડી.

બુધવારે જ્યારે ઇઝરાયલમાં સ્વતંત્રતા દિવસ અને સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જેરુસલેમની આસપાસના જંગલોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આગ ઝડપથી ઘણા વિસ્તારોમાં ફેલાઈ ગઈ, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા અને છથી વધુ શહેરોને ખાલી કરાવવા પડ્યા. સૌથી મહત્ત્વની વાત એ રહી કે આગ તેલ અવીવ અને જેરુસલેમને જોડતા રૂટ 1 સુધી ફેલાઈ ગઈ, જેનાથી દેશના સૌથી મોટા હાઇવેને અસર થઈ. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગ્વીર અને તમામ સુરક્ષા-બચાવ સેવાઓ સાથે આગ અંગે સતત અપડેટ્સ મેળવી રહ્યા છે.


ઇઝરાયલના સંરક્ષણ મંત્રીનું નિવેદન

પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝને બહાર આવીને કહેવું પડ્યું કે આપણે રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં છીએ, અને આપણે બધા સંસાધનો એકઠા કરીને આ કટોકટીનો સામનો કરવો પડશે. ઇઝરાયલના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસના અનુસાર, આગને કાબુમાં લેવા માટે 120 ફાયર બ્રિગેડ ટીમો અને 12 વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ ભારે પવન અને શુષ્ક હવામાનને કારણે આગ અને ધુમાડો ઝડપથી ફેલાઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોને હાઇવે પર ધુમાડા વચ્ચે ચાલવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધીમાં સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત મધ્યમ અને બાકીના લોકોની હાલત હળવી હોવાનું કહેવાય છે. રાહતની વાત છે કે અત્યાર સુધી કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો નથી, પરંતુ પરિસ્થિતિને જોતાં, ખતરો હજુ પણ યથાવત છે.


Tags :