Get The App

'લેસર-બીમ'થી શત્રુનાં ડ્રોન વિમાનો તોડી પાડનાર ઈઝરાયેલ પહેલો દેશ બની રહ્યો

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
'લેસર-બીમ'થી શત્રુનાં ડ્રોન વિમાનો તોડી પાડનાર ઈઝરાયેલ પહેલો દેશ બની રહ્યો 1 - image

- સેનાકિય કાર્યવાહીના ભાગ રૂપે ઈઝરાયેલની એરફોર્સ ડીફેન્સ એરેએ યુદ્ધ ક્ષેત્રે લેસરનો પ્રયોગ કર્યો

તેલઅવીવ : યુદ્ધ દરમ્યાન લેસર-બીમ દ્વારા શત્રુના ડ્રોન વિમાનો તોડી પાડનાર ઈઝરાયલ પહેલો દેશ બન્યો છે. ઈઝરાયલનાં એરફોર્સની એરિયલ ડીફેન્સ એરેએ યુદ્ધ ક્ષેત્રે આ લેસર-બીમ ઉપયોગમાં લીધા હતા.

લાઈટ એમપ્લીફીકેશન બાય સીમ્યુલેટેડ એનિશન ઓફ રેડીયેશન લેસરની આ હાઈએનર્જી સીસ્ટીમ રાફેલ એડવાન્સ્ડ ડીફેન્સ સીસ્ટીમ દ્વારા રચવામાં આવી છે. તે લેસર-બીમ અસામાન્ય ઉષ્ણતામાન ધરાવતું હોય છે. તે ડ્રોન જેવી આકાશી-બીમને ખતમ કરવા સમર્થ છે. જો કે, આ સીસ્ટીમ નાના વિમાનો માટે હજી વાપરવામાં આવે છે. પરંતુ તે પરંપરાગત મિસાઈલ ઇન્ટરસેપ્ટર્સ કરતા ઘણા વધુ ઝડપી અને તદ્દન ઓછા ખર્ચાળ છે.

આ સમગ્ર યુદ્ધ દરમિયાન ઈઝરાયલ એરફોર્સના અગ્રણીઓ ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યા છે. તેઓનું કહેવું છે કે આ દ્વારા અમે અમારા નાગરિકો અને ઈઝરાયલ ડીફેન્સ ફોર્સના જવાનોની સુરક્ષા માટે જ કરવાના છીએ. પરંતુ ઈઝરાયલના આક્રમણોની ગતિવિધિ જોતાં તે કથનમાં કોઈને વિશ્વ બેસે તેમ નથી.

ઈઝરાયલનાં સંરક્ષણ મંત્રાલયની યાદી જણાવે છે કે તાજેતરમાં જ લેસર બીમથી ઈઝરાયલે હમાસના ૩ ડ્રોન તોડી પાડયા હતા.