Get The App

ગાઝા પર કબજા મુદ્દે ફરી તણાવ વધ્યો, ઈઝરાયલ પર ભડક્યા 20 મુસ્લિમ દેશો

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝા પર કબજા મુદ્દે ફરી તણાવ વધ્યો, ઈઝરાયલ પર ભડક્યા 20 મુસ્લિમ દેશો 1 - image

Israel's occupation of Gaza : ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે 8 ઓગસ્ટના રોજ ગાઝા પટ્ટી પર કબજા કરવાની યોજનાને મંજૂરી આપી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ ઊભો થતાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે ઈઝરાયલ પર લગભગ 20 મુસ્લિમ દેશો ભડક્યાં છે, ત્યારે તેમણે આ યોજનાને 'ખતરનાક અને ઉશ્કેરણીજનક' ગણાવીને તેની સખત નિંદા કરી છે. જેમાં ઇજિપ્ત, સાઉદી અરેબિયા, તુર્કી, કતાર અને જોર્ડનનો સમાવેશ થાય છે. 

સમગ્ર મામલે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે, ગાઝાને હમાસથી મુક્ત કરવાનો ઉદ્દેશ્ય છે. ત્યાં બિન-હમાસ, બિન-પેલેસ્ટિનિયન સત્તા સાથે શાંતિપૂર્ણ નાગરિક સરકાર સ્થાપિત કરવાનો છે. તેવામાં વૈશ્વિક સમુદાય અને સંયુક્ત રાષ્ટ્રોએ પણ આ યોજનાની ટીકા કરી છે. બીજી તરફ, ગાઝામાં માનવતાવાદી કટોકટી વધી રહી છે. 

ગાઝા શહેર પર કબજો કરવાની ઈઝરાયલની યોજના 

ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે ગાઝા પર કબજા કરવાની યોજનાને લીલીઝંડી આપી હતી. ઈઝરાયલનો દાવો છે કે, તે ગાઝા શહેર પર કબજો કરીને હમાસનો સંપૂર્ણ નાશ કરવા માગે છે. નેતન્યાહૂએ કહ્યું હતું કે, 'અમે ગાઝા પર કબજો નહીં કરીએ, પરંતુ તેને હમાસથી મુક્ત કરીશું.'

આ યોજનામાં ગાઝામાં એક વૈકલ્પિક નાગરિક વહીવટ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી છે જે હમાસ કે પેલેસ્ટિનિયન ઓથોરિટીને આધીન ન હોય. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગાઝાને 'ડિમિલિટરાઇઝ્ડ' કરવું અને બંધકોને છૂટા કરવાનો છે. તમને જણાવી દઈએ કે, સેટેલાઈટ તસવીરોમાં ગાઝાની બોર્ડર પાસે મોટી સંખ્યામાં ઈઝરાયલી સેનાનો જમાવડો જોવા મળે છે. 

ગાઝા શહેરને 'ગાઝાનું હૃદય' માનવામાં આવે છે. નિવૃત્ત ઈઝરાયલી બ્રિગેડિયર જનરલ અમીર અવીવીના મતે, ગાઝા શહેર કબજે કરવાથી ઈઝરાયલ ગાઝા પટ્ટીના લગભગ 85% ભાગ પર નિયંત્રણ મેળવી શકે છે, જેને હમાસના પતન તરીકે જોઈ શકાય છે. જોકે, આ યોજનાની ઈઝરાયલમાં પણ ટીકા થઈ રહી છે. ઈઝરાયલી સેનાના વડા અને વિપક્ષી નેતા યાઈર લાપિદે આ મામલને 'આપત્તિ' ગણાવતા કહ્યું હતું કે, 'આ યોજના બંધકોના જીવનને જોખમમાં મૂકી શકે છે અને લશ્કરી સલાહની વિરુદ્ધ છે.'

આ પણ વાંચો: VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર', DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું

20 મુસ્લિમ અને આરબ દેશનો વિરોધ 

લગભગ 20 આરબ અને મુસ્લિમ દેશોએ ઈઝરાયલની યોજનાને આંતરરાષ્ટ્રીય કાયદાનું 'સ્પષ્ટ ઉલ્લંઘન' અને 'ગેરકાયદેસર કબજો મજબૂત કરવાનો પ્રયાસ' ગણાવી છે. એક સંયુક્ત નિવેદનમાં આ દેશોએ ઈઝરાયલની યોજનાને 'આંતરરાષ્ટ્રીય કાયદેસરતા વિરુદ્ધ એકપક્ષીય કાર્યવાહી' ગણાવી છે. તુર્કીના વિદેશ મંત્રી હાકન ફિદાને તેમના ઈજિપ્તીયન સમકક્ષ અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસીને મળ્યા બાદ જણાવ્યું હતું કે, 'મુસ્લિમ દેશોએ આ યોજના સામે એક થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્ર કરવો જોઈએ.' તેમણે ઇસ્લામિક સહકાર સંગઠન (OIC)ની તાત્કાલિક બેઠક બોલાવવાની હાકલ કરી હતી.