Get The App

'મારા પિતા જીવિત છે કે નહીં ? એટલું તો કહો' ઇમરાનનો પુત્ર આટલું કહેતાં આંસુ સારી રહ્યો

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
'મારા પિતા જીવિત છે કે નહીં ? એટલું તો કહો' ઇમરાનનો પુત્ર આટલું કહેતાં આંસુ સારી રહ્યો 1 - image

- વ્યથિત કાસીમ ખાને શરીફ, મુનીરને ધમકી પણ આપી

- ઇમરાન ખાનની સ્થિતિ અંગે તમામ અફવાઓ ફેલાઈ રહી છે, તેના સમર્થકો રાતભર જેલની બહાર દેખાવો કરી રહ્યા છે

રાવલપિંડી : પાકિસ્તાનમાં કઈ ઘડીએ શું બનશે તે તેના નેતાઓ કે જનતા પણ જાણી શકે તેમ નથી. દુનિયાના તમામ અગ્રીમ દેશોમાં પણ ચિંતા વ્યાપ્ત રહી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનની સ્થિતિ અને તબીયત વિષે સમગ્ર પાકિસ્તાનમાં ભાત-ભાતની અફવાઓ ફેલાઈ રહી છે. તેના સમર્થકો અહીંની કુખ્યાત અદિયાલા જેલની બહાર રાતભર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની મુક્તિ માટે નારા લગાવી રહ્યા છે.

ઇમરાન ખાનના પુત્ર કાસીમ ખાને તોવડાપ્રધાન શહબાઝ શરીફ અને તેઓના મિત્ર લશ્કરી વડા આસીમ મુનીરને અને જેલ અધિકારીને કોર્ટમાં ઢસડી જવાની ધમકી પણ ઉચ્ચારી છે. તે કહે છે, મારા પિતા જીવિત છે કે નહીં તેટલું તો કહો. આટલું પત્રકારો સમક્ષ કહેતાં કાસીમ ખાનની આંખો સજળ બની ગઈ હતી.

આમ છતાં શહબાઝ શરીફ સરકાર પાસે એક જ જવાબ છે, ઇમરાન સ્વસ્થ છે તેઓને કંઈ બીજે ફેરવવામાં આવ્યા નથી.

આ સાથે સીધો સવાલ તે ઉપસ્થિત થાય છે કે જો બધું જ બરાબર હોય તો તેઓનાં કુટુંબીજનો અને તેમના પક્ષ પાકિસ્તાન- તહેરિક- ઇન્સાફના કોઈ અગ્રીમ નેતાને અને તેમના સમર્થકો પૈકી કોઇને પણ તેઓને શા માટે મળવા દેવામા આવતા નથી ? જો મળવા દેવામાં આવેતો સત્ય બહાર આવે.

ઉલ્લેખનીય છે કે ૨૭ નવેમ્બરે (ગઈકાલે) તો તેમના વકીલને પણ તેમને મળવા દેવામાં આવ્યા નહીં.

ઇમરાન ઓગસ્ટ ૨૦૨૩ થી જેલમાં છે. ભ્રષ્ટાચારના આરોપસર તેઓને ૧૪ વર્ષની સજા કરવામાં આવી છે. તેમના  બહેનો એ તેમની પાર્ટીના સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ ગઇકાલે (ગુરૂવારે) ઇમરાનને મળવા જેલ ગયા હતા. પરંતુ જેલના અધિકારીઓએ ફરીથી મળવા દેવાની ના કહી.

આ પછી ઇમરાન ખાનના પુત્રે હૃદય દ્રાવક પોસ્ટ કરી હતી. તેઓ ઠ પર લખ્યું, મારા પિતા ૮૪૫ દિવસથી જેલમાં છે. છેલ્લા છ સપ્તાહથી તેઓને મોતના-કમરામાં એકાંતમાં રાખવામાં આવ્યા છે. તેમના બહેનોને દર વખતે મળવા દેવાની ના પાડવામાં આવે છે. અદાલતે તેઓને મળવા દેવા માટે આદેશ આપ્યો હોવા છતાં તેઓને મળવા દેવામાં આવતા નથી. કોઈ ફોન કોલ નથી. કોઈ મીટીંગ નથી. તેઓ જીવંત છે કે નહીં તેના કોઈ પુરાવા નથી. મારો અને મારા ભાઈનો અમારા પિતા સાથે કોઈ સંપર્ક નથી. પૂર્ણ બ્લેક આઉટ છે.

આ પછી પત્રકારો સાથે કરેલી વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, મારા પિતાની સ્થિતિ રોકવાનો જાણી જોઈને પ્રયાસ કરાય છે.

કાસીમ ખાને પત્રકારો સમક્ષ મન ઠાલવતાં કહ્યું, મારા પિતા જીવિત છે કે નહીં તેટલું તો કહો. આટલું કહેતા કાસીમ ખાનની આંખમાંથી આંસુ સરી રહ્યા. આમ છતાં તેઓએ શરીફ અને મુનીરને ધમકી પણ આપી કે, પાકિસ્તાનની સરકારના વડાઓ શહબાઝ શરીફ અને જનરલ મુનીરને કાનુની, નૈતિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર સંગઠનો તથા દરેક લોકતંત્રોને આ સામે અવાજ ઉઠાવવા તથા તત્કાળ હસ્તક્ષેપ કરવા આહવાન આપું છું.