Get The App

ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવી હુમલા કરવાની ઈઝરાયલની યોજના?

Updated: May 22nd, 2025

GS TEAM

Google News
Google News
ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવી હુમલા કરવાની ઈઝરાયલની યોજના? 1 - image

Israel vs Iran News : અમેરિકાનાં જાસૂસી તંત્રે તાજેતરમાં જ પ્રાપ્ત કરેલ માહિતી ઉપરથી કહી શકાય તેમ છે કે, ઇઝરાયલ, ઇરાનનાં પરમાણુ મથકો ઉપર આક્રમણ કરવાની 'સક્રિય રીતે' યોજના બનાવી રહ્યું છે. ઇઝરાયલે આ યોજના એવે સમયે ઘડી છે કે જ્યારે ટ્રમ્પ વહીવટી તંત્ર, ઇરાનને તેની પરમાણુ શક્તિની આકાંક્ષા, અંકુશિત રાખવા રાજદ્વારી ગતિવિધિથી ઇરાનને સમજાવવા પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ હજી તે સફળ થયા નથી.

અહેવાલો વધુમાં જણાવે છે કે, 'ઇઝરાયલે હજી કોઈ આખરી નિર્ણય લીધો નથી. છતાં, છેલ્લા કેટલાક મહિનાઓથી બની રહેલી ઘટનાઓ પરથી કહી શકાય કે ઇરાનનાં પરમાણુ મથકો ઉપર હુમલા કરે તેવી શક્યતાઓ વધી રહી છે. ખાસ કરીને અનેકવારના કહેવા છતાં, ઇરાને યુરેનિયમ-એન્રીચમેન્ટ (યુરેનિયમ-શુદ્ધિકરણ) ચાલુ જ રાખ્યું છે, અને તે એટમ-બોમ્બ બનાવવા મથી રહ્યું છે અને તે દ્વારા શાંતિ-મંત્રણા સમયે પોતાનો હાથ ઉપર રાખવા માગે છે.

જોકે, અધિકારીઓ કહે છે કે, પરમાણુ શક્તિના ઉપયોગને ઈરાને મર્યાદિત રાખવો જોઈએ અને તે માટે અમેરિકા સાથે ચાલતી વાતચીત ઉપર આ સંબંધિત એરસ્ટ્રાઈકનો આધાર રહેલો છે. તકલીફ આ સાથે તે પણ છે કે ઇરાન 'સમજવા' તૈયાર થશે કે કેમ તે કહી શકાય તેમ નથી. તેવામાં ઇઝરાયલી એરસ્ટ્રાઈકની સંભાવના નગણ્ય કહી શકાય  તેમ નથી.