World

એક પણ ગોળી માર્યા વિના અમેરિકાને ઝુકાવી શકે છે ઈરાન! ચીની પ્રોફેસરનો ખતરનાક પ્લાન

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા જતા સૈન્ય સંઘર્ષની વચ્ચે એક ચીની પ્રોફેસરના વિશ્લેષણે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. પ્રોફેસરના મતે, ઈરાન પાસે એક એવું હથિયાર છે જેના માટે તેને એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી અને તે આખા અખાતી દેશો (Gulf Countries) અને અમેરિકાની સેનાને ઘૂંટણિયે લાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક પણ ગોળી માર્યા વિના અમેરિકાને ઝુકાવી શકે છે ઈરાન! ચીની પ્રોફેસરનો ખતરનાક પ્લાન

Iran's 'Water War' Strategy to Defeat US & Gulf Countries : અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા જતા સૈન્ય સંઘર્ષની વચ્ચે એક ચીની પ્રોફેસરના વિશ્લેષણે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. પ્રોફેસરના મતે, ઈરાન પાસે એક એવું હથિયાર છે જેના માટે તેને એક પણ ગોળી ચલાવવાની જરૂર નથી અને તે આખા અખાતી દેશો (Gulf Countries) અને અમેરિકાની સેનાને ઘૂંટણિયે લાવી શકે છે.


પાણીની અછત બનશે સૌથી મોટી નબળાઈ

ચીની પ્રોફેસરના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને બહરીન જેવા અખાતી દેશો પાસે પીવાલાયક કુદરતી પાણીના સ્ત્રોત અત્યંત મર્યાદિત છે. આ દેશો તેમની 60% પાણીની જરૂરિયાત માટે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના 'ડિસેલિનેશન પ્લાન્ટ' (Desalination Plant) પર નિર્ભર છે. જો આ પ્લાન્ટ્સ કામ કરવાનું બંધ કરી દે, તો ગણતરીના કલાકોમાં જ આ દેશોમાં પીવાના પાણી માટે હાહાકાર મચી શકે છે.

માત્ર એક ડ્રોન હુમલો અને લાખો લોકો તરસ્યા મરશે

પ્રોફેસરનું વિશ્લેષણ અત્યંત ડરામણું છે. ઈરાન પાસે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી છે જે રડારથી બચીને ચોકસાઈપૂર્વક નિશાન લગાવી શકે છે. આ ડિસેલિનેશન પ્લાન્ટ્સ દરિયા કિનારે આવેલા હોય છે અને તેમની સુરક્ષા કરવી પડકારજનક છે. જો ઈરાન માત્ર એક 'સ્યુસાઈડ ડ્રોન' વડે કોઈ મુખ્ય વોટર પ્લાન્ટને નિશાન બનાવે, તો લાખો લોકો પાણી વિના તરફડતા થઈ જશે. આ મશીનો એટલી જટિલ હોય છે કે તેને ઠીક કરવામાં મહિનાઓનો સમય લાગે છે.


અમેરિકન સેના માટે પણ મોટું જોખમ

મિડલ ઈસ્ટમાં તૈનાત હજારો અમેરિકન સૈનિકો પણ પાણી માટે આ સ્થાનિક સ્ત્રોતો પર જ નિર્ભર છે. પ્રોફેસરના મતે, જ્યારે જનતા તરસથી વ્યાકુળ હશે અને ચારેબાજુ અરાજકતા ફેલાશે, ત્યારે અમેરિકી સેનાનું મેનેજમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ શકે છે. સેનાએ પોતાની સુરક્ષા કરવાને બદલે લોકોને પાણી પૂરું પાડવાની ચિંતા કરવી પડશે. આ સ્થિતિ કોઈપણ શક્તિશાળી દેશને હરાવવા માટે પૂરતી છે.

ખોરાક અને સપ્લાય ચેઈન પર અસર

અખાતી દેશોમાં 80% ખોરાક બહારથી આયાત કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે પાણી અને સપ્લાય ચેઈન પર આધારિત છે. પાણી વિના ન તો રસોઈ બની શકશે કે ન તો લોકો લાંબો સમય ટકી શકશે. આ એક પ્રકારનું 'પરંપરાગત યુદ્ધ' ન હોવા છતાં, કોઈ આખી વસ્તીને ખતમ કરવા જેટલું ઘાતક સાબિત થઈ શકે છે.