World

ઈરાનના રાષ્ટ્રપતિ પહેલીવાર યુદ્ધ ખતમ કરવા તૈયાર પરંતુ અમેરિકા પાસે માગી એક ગેરન્ટી

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે 'જરૂરી ઈચ્છાશક્તિ' ધરાવે છે. જોકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત 'સુરક્ષા ગેરંટી' (Security Guarantee) આપવામાં આવે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના રાષ્ટ્રપતિ પહેલીવાર યુદ્ધ ખતમ કરવા તૈયાર પરંતુ અમેરિકા પાસે માગી એક ગેરન્ટી

Iran's President Pezeshkian Ready to End War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે 'જરૂરી ઈચ્છાશક્તિ' ધરાવે છે. જોકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત 'સુરક્ષા ગેરંટી' (Security Guarantee) આપવામાં આવે.

પ્રથમવાર થઈ સીધી વાતચીત

આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, તેમને અમેરિકન વાર્તાકાર સ્ટીવ વિટકોફ તરફથી સીધો સંદેશ મળ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે આ જંગ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત થઈ હોય. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, "અમે આ જંગને વધુ ખેંચવા માંગતા નથી. જો અમારી સુરક્ષા સુનિશ્ચિત થાય અને ભવિષ્યમાં આક્રમણ ન થવાની ખાતરી મળે, તો અમે સમજૂતી માટે તૈયાર છીએ."

ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ

એક તરફ ઈરાન શાંતિની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકન પ્રમુુ  ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ આક્રમક મૂડમાં છે. એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, "અમે અત્યારે તેમને સંપૂર્ણપણે ખતમ કરી રહ્યા છીએ. અમે ત્યાં લાંબો સમય રોકાવાના નથી, પરંતુ તેમની બચેલી હુમલો કરવાની ક્ષમતાને તોડી પાડવા માટે હજુ થોડું કામ બાકી છે." ટ્રમ્પે અગાઉ જ ઈરાનના તેલ કેન્દ્ર 'ખાર્ગ આઈલેન્ડ' પર કબજો કરવાના સંકેતો આપી દીધા છે.

મેદાન પર હજુ પણ તણાવ યથાવત

ભલે પડદા પાછળ વાતચીત શરૂ થઈ હોય, પરંતુ સરહદ પર સ્થિતિ હજુ પણ ગંભીર છે. અમેરિકાએ હજારો વધારાના સૈનિકો, મરીન યુનિટ્સ અને પેરાટ્રૂપર્સ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે. અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથે આગામી દિવસોને 'નિર્ણાયક' ગણાવ્યા છે. ઈરાને ગયા અઠવાડિયે ટ્રમ્પના 15-મુદ્દાના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ હવે બદલાયેલી સ્થિતિમાં ઈરાન પોતાની શરતો સાથે ટેબલ પર આવવા મજબૂર બન્યું હોય તેમ જણાય છે.