World
ઇરાનના હુમલાથી ઇઝરાયેલને બેલેસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરની તાણ પડી.
By GS TEAM
16 Mar 20261 min read

ન્યૂયોર્ક,16 માર્ચ,2026,સોમવાર
અમેરિકાના એક મીડિયા સ્ટાર્ટઅપ અને સેમાફોર અનુસાર ઇઝરાયેલ બેલેસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરની તાણ ભોગવી રહયું છે. ઇરાનના બેલેસ્ટિક અને ડ્રોન હુમલાને રોકવા માટે ઇન્ટરસેપ્ટરની ખાસ જરુરીયાત છે. આ અહેવાલમાં અમેરિકી અધિકારીઓેને ટાંકવામાં આવ્યા હતા જેનો ઇઝરાયેલી વિદેશમંત્રી ગિડૉન સારે ઇન્કાર કર્યો છે. ઇઝરાયેલ ઇરાન પર એર સ્ટ્રાઇક કરીને બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન પ્રક્ષેપણ સિસ્ટમનો નાશ કર્યો છે. એક માહિતી મુજબ બેલેસ્ટિક મિસાઇલોમાં કલસ્ટર બોંબ ફિટ કરવા શરુ કર્યા છે. કલસ્ટર બોંબ ઘાતક હોય છે જે નાના નાના બોંબમાં ફેલાઇને વિસ્ફોટ થાય છે. સીએનના અહેવાલ અનુસાર કલસ્ટર બોંબ ઇઝરાયેલી વાયુ સુરક્ષા માટે એક નવી અને સૌથી મોટો પડકાર ફેંકી રહયા છે.








