ટ્રમ્પની હત્યાનાં કાવતરાંનો ઇરાની અધિકારીનો ઇશારો, ડ્રોન દ્વારા તેઓની ઉપર હુમલો થવાની સંભાવના

- ટ્રમ્પની કાર્યકારીએ જ તેને નિશાન બનાવ્યા છે : ખામેનીના સલાહકાર લારીજાનીએ આપેલી ચેતવણી
વૉશિંગ્ટન : વરિષ્ટ ઇરાની અધિકારીએ ટ્રમ્પની હત્યાનાં કાવતરાંનો સંકેત આપતાં જણાવ્યું હતું કે તેઓની ઉપર ડ્રોન વિમાન દ્વારા હુમલો થવાની શક્યતા છે. તેઓ ફ્લોરિડા સ્થિત તેઓની એસ્ટેટ માર-એ-લાગોમાં સમુદ્ર તટે સનબાથ લઇ રહ્યા હોય ત્યારે કોઈ નાનું ડ્રોન તેઓની ડુંટી ઉપર જ નિશાન સાધી પ્રહાર કરી શકે તેમ છે. બહુ સીધી અને સાદી વાત છે.
આયાતોલ્લા અલિ ખામેનીના નિકટવર્તી સલાહકાર જાવેદ લારી જાનીએ ઇરાનના રાજ્ય હસ્તકનાં ટીવીને આપેલી મુલાકાતમાં તેઓે કહ્યું હતું કે ટ્રમ્પ જ્યારે ફ્લોરિડા સ્થિત માર એ લાગો એસ્ટેટમાં સમુદ્ર તટે ચત્તા પડી સૂતા હોય ત્યારે જ કોઈ નાનું એવું ડ્રોન ઓચિંતુ આવી તેઓની ડૂંટીમાં જ નાનું મિસાઇલ છોડશે. આ બહુ સીધી અને સાદી વાત છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ થયેલાં ઇઝરાયલ ઇરાન યુદ્ધમાં અમેરિકાએ ઇઝરાયલને સાથ આપી ઇરાનનાં ૩ પરમાણુ સંકુલો ઉપર પ્રચંડ બોમ્બ વર્ષા કરી હતી. જેમાં બંકર બ્લસ્ટર તરીકે ઓળખાતા ૩૦૦૦ કી.ગ્રા.ના વિનાશક બોમ્બ નાખ્યાં. પરિણામે ઇરાનનો પરમાણુ ક્ષેત્ર અંગેનો કાર્યક્રમ ઓછામાં ઓછા ત્રણેક વર્ષે પાછો ઠેલાયો છે. તેથી ઇરાન અમેરિકા પર ખરેખરૃં ગિન્નાયુ છે. આયા તોલ્લા અલિ ખામેની કોઈ અજ્ઞાાત સ્થળે છુપાઈ ગયા હતા. તેથી બચી ગયા છે. ઇરાન કહે છે સમૃદ્ધ યુરેનિયમ બનાવવાના કાર્યક્રમમાં અમે વ્યસ્ત છીએ. તે જે કહે તે પરંતુ ઇરાન એટમ બોમ્બ બનાવવાનાં કાર્યમાં વ્યસ્ત છે તેથી ઇઝરાયલ અમેરિકા તેની સામે પડયા છે.









