Get The App

'પેજર ફાટતાં જ હેલિકોપ્ટર ક્રેશ થયું..' ઈબ્રાહીમ રઈસીના મૃત્યુ અંગે ઈરાની સાંસદનો મોટો દાવો

Updated: Sep 23rd, 2024

GS TEAM

Google News
Google News
Ebrahim Raisi


Ebrahim Raisi: પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટની ઘટના બાદ લેબેનોનમાં ખળભળાટ મચી ગયો છે. હવે ઈરાનના એક સાંસદે એવો દાવો કર્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી પણ પેજરનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમનું હેલિકોપ્ટર કેશ થયું હતું અને તેમનું મૃત્યુ થયું હતું.' પેજર અને વોકી ટોકી બ્લાસ્ટમાં 35 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હવે તેના તાર ઈઝરાયેલ સાથે જોડાવામાં આવી રહ્યા છે. જો કે ઈઝરાયેલે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

પેજર ખરીદીમાં ઈરાનનો ભૂમિકાના સંકેત 

ઈરાની મીડિયા સાથે વાત કરતા સાંસદે કહ્યું હતું કે, 'રઈસી પેજરનો ઉપયોગ કરતા હતા. એવું પણ બને કે હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર કરતા રઈસીનું પેજર અલગ પણ હોઈ શકે છે. તેમજ તેમના હેલિકોપ્ટર ક્રેશ થવાનું એક સંભવિત કારણ પેજર બ્લાસ્ટ પણ હોઈ શકે છે.' અહેવાલો અનુસાર સાંસદે સંકેતો આપ્યા હતા કે, આ પેજર ખરીદીમાં ઈરાને પણ ભૂમિકા છે. આપણી ઈન્ટેલીજન્સ એજન્સીએ આ અંગે તપાસ કરવી જોઈએ.'

આ પણ વાંચો: PM મોદીનો ઈઝરાયલને ઝટકો! અમેરિકામાં જુઓ કોને મળ્યાં, ટુ નેશન થિયરીને કર્યું સમર્થન

આ પેજર બાબતે વિચાર કેમ આવ્યો?

થોડા દિવસ પહેલા રઈસીનો એક ફોતો સામે આવ્યો હતો જેમાં એક પેજર દેખાય છે. આથી તેમના હેલિકોપ્ટર ક્રેશ થવામાં પેજર વિસ્ફોટની ધારણા કરવામાં આવી રહી છે. આ પેજર હિઝબુલ્લાહના પેજર જેવું જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટના હવામાન અને ધુમ્મસ જેવી સ્થિતિ જેવા ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. 

'પેજર ફાટતાં જ હેલિકોપ્ટર ક્રેશ થયું..' ઈબ્રાહીમ રઈસીના મૃત્યુ અંગે ઈરાની સાંસદનો મોટો દાવો 2 - image

Tags :