હોસ્પિટલ પરના હુમલાની ઇરાને કિંમત ચૂકવવી પડશે : નેતન્યાહૂ

- ઇરાન ઇઝરાયલ નહીં ચીન અમેરિકા યુદ્ધે ચઢ્યાં છે
- યુદ્ધ દિવસે દિવસે મહાયુદ્ધ બનતું જાય છે : ટ્રમ્પ ઇરાનને ધમકી આપે છે : ચીન બળપ્રયોગ સામે અમેરિકાને ચેતવણી આપે છે
નવી દિલ્હી : ઇરાનનાં મિસાઇલ્સે ઇઝરાયલની સૌથી મોટી હોસ્પિટલ સોરોકા મેડીકલ સેન્ટર ઉપર મિસાઇલ્સ હુમલો કરતાં હોસ્પિટલ બિલ્ડીંગને નુકસાન થયું હતું અને તેમાં રહેલા ૪૭ લોકોને ઇજા થતાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ ધમકી આપી હતી કે ઇરાનને તેની ભારે કિંમત ચુકવવી પડશે.
આ પૂર્વે ઇઝરાયેલે ઇરાનનાં એક પરમાણુ સંકુલ હેવી વૉટર પ્લાંટ ઉપર હુમલો કર્યો હતો. જ્યારે ઇરાને કહ્યું હતું કે તે હોસ્પિટલ ઇઝરાયલનાં બહારની એક છાવણી બનાવી દેવાઈ હતી.
ટૂંકમાં ઇઝરાયલ ઇરાન યુદ્ધ હવે મહાયુદ્ધ બની રહ્યું છે. ઇરાનના વિદેશ મંત્રી તુર્કયેવમાં યોજાનારી ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝની બેઠકમાં ભાગ લેવા ઇસ્તંબૂલ પહોંચવાના છે. શનીવારથી આ પરિષદ શરૂ થવાની છે. આઈઓવીના વિદેશ મંત્રીઓની આ ૫૧મી બેઠક છે.
આ તરફ ચીને ઇરાનને ૩ મોટાં માલવાહક વિમાનો ભરી શસ્ત્રો મોકલ્યાં છે. તો અમેરિકાએ સ્ટીમર ભરી ઇઝરાયલને શસ્ત્રો પહોંચાડયાં છે. પાછા બંને દેશો પોતપોતાના શાર્ગીદોને કહે છે 'શાંતિ રાખો'.
ઇઝરાયલે ઇરાનના ખોનદાબ હેવી વોટર ન્યૂક્લિયર પ્લાંટ પર હૂમલો કર્યો હતો. જ્યાં ઇરાનનું વેપન ગ્રેડ ન્યુક્લિયર રીયેકટર છે. જે એટમ બોમ્બ માટે ઉપયોગી પ્લુટોનિયમ બનાવી રહ્યું છે.
ચીને ઇઝરાયલને ધમકી આપતાં કહ્યું છે કે તત્કાળ યુદ્ધ બંધ કરો. સાથે ઇરાનને વિમાનો ભરી શસ્ત્રો મોકલ્યાં છે. ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સામી ચેતવણી આપતાં કહ્યું છે કે આ યુદ્ધમાં હવે અમેરિકા સીધી રીતે હસ્તક્ષેપ કરવા વિચારી રહ્યું છે. પરિણામે પરિસ્થિતિ એવી ઉભરી રહી છે કે ઇઝરાયલ ઇરાન યુદ્ધ હવે અમેરિકા ચીન યુદ્ધ સમાન બની રહ્યું છે.








