World

LIVE: ઇરાનને આડકતરી રીતે પરમાણુ હુમલાની ટ્રમ્પની ધમકી? કહ્યું - યુદ્ધમાં એકમાત્ર અમારો જ રેકોર્ડ

By GS TEAM
4 Apr 20264 mins read
TukuTouch Logo
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા કેટલાક કલાકોમાં અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઈટર જેટને તોડી પાડી તેના પાયલટને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ધર્મસંકટ ઉભું થયું છે. બીજી તરફ, ઈઝરાયલે પણ ઈરાન પરના તેના હુમલા અચાનક ટાળી દીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

LIVE: ઇરાનને આડકતરી રીતે પરમાણુ હુમલાની ટ્રમ્પની ધમકી? કહ્યું - યુદ્ધમાં એકમાત્ર અમારો જ રેકોર્ડ

PRESS TV Image 


Middle East War Update: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધમાં છેલ્લા કેટલાક કલાકોમાં અત્યંત નાટકીય વળાંક આવ્યો છે. ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-15E ફાઈટર જેટને તોડી પાડી તેના પાયલટને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે ધર્મસંકટ ઉભું થયું છે. બીજી તરફ, ઈઝરાયલે પણ ઈરાન પરના તેના હુમલા અચાનક ટાળી દીધા છે.

Middle East War Live Update: 

ઇરાનને આડકતરી રીતે પરમાણુ હુમલાની ટ્રમ્પની ધમકી? કહ્યું - યુદ્ધમાં એકમાત્ર અમારો જ રેકોર્ડ 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જાણે આડકતરી રીતે સીધી પરમાણુ હુમલાની ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે ગાંડા લોકો પાસે પરમાણુ હથિયાર હોય તો ખરાબ ઘટનાઓ બને જ છે. પરંતુ ઇતિહાસ ગવાહ છે કે અમેરિકા જ એકમાત્ર રેકોર્ડ ધરાવે છે જેણે યુદ્ધમાં તેનો ઉપયોગ કર્યો હોય. 


ઇરાનમાં પેટ્રોકેમિકલ કોમ્પલેક્સ પર એર સ્ટ્રાઈક 

ઈરાનના દક્ષિણ ખુઝેસ્તાન ક્ષેત્રમાં આવેલા બંદર ઈમામ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. સ્થાનિક ગવર્નર અને ઈરાની ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ફજર 1 અને 2 પેટ્રોકેમિકલ કંપનીઓ સહિત નજીકની અન્ય ઔદ્યોગિક સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી છે, જેના કારણે પ્લાન્ટમાં મોટું નુકસાન થયું છે. આ હુમલો ઈરાનના મહત્વના ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્રોને સતત નિશાન બનાવવાની રણનીતિનો જ એક ભાગ માનવામાં આવે છે.

સાઉદીમાં અમેરિકાના દૂતાવાસને ઈરાને મોટું નુકસાન પહોંચાડ્યું 

વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના સનસનીખેજ રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર 3 માર્ચની રાત્રે થયેલા ઈરાની ડ્રોન હુમલામાં અમેરિકાની ધારણા કરતા પણ ક્યાંય વધુ ભયંકર તબાહી થઈ છે. રાત્રે અંદાજે 1:30 વાગ્યે થયેલા આ અત્યંત સચોટ હુમલામાં બે ઈરાની ડ્રોન દૂતાવાસના સૌથી સુરક્ષિત ગણાતા વિસ્તારમાં ઘૂસી ગયા હતા, જેમાં પ્રથમ ડ્રોને દીવાલમાં ગાબડું પાડ્યું અને બીજા ડ્રોને તે જ રસ્તે અંદર પ્રવેશીને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં દૂતાવાસના CIA સ્ટેશન સહિત ત્રણ માળને ભારે નુકસાન પહોંચ્યું છે અને લાગેલી ભીષણ આગ કલાકો સુધી ધધકતી રહી હતી, જેના કારણે દૂતાવાસના કેટલાક હિસ્સાઓ હવે ફરીથી સમારકામ કરી શકાય તેવી સ્થિતિમાં પણ રહ્યા નથી. સદનસીબે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ હુમલાએ મધ્ય પૂર્વમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થામાં મોટી સેંધ લગાવી હોવાથી વોશિંગ્ટનની ચિંતામાં મોટો વધારો થયો છે. 

બે બ્લેક હૉક હેલિકોપ્ટર પણ ઈરાની હુમલાની લપેટમાં 

અમેરિકા માટે છેલ્લા 24 કલાક ભારે વીત્યાં. ઈરાને એક પછી એક બે ફાઈટર તોડી પાડ્યા બાદ રેસ્ક્યૂ માટે આવેલા બે બ્લેક હેલિકોપ્ટરને પણ પાડી દીધાના અહેવાલોએ અમેરિકન સૈન્યમાં હડકંપ મચાવી દીધો છે. ઈરાની મીડિયાએ તસવીરો જાહેર કરીને દાવાની પુષ્ટી પણ કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકન સૈન્યનું બોઈંગ CH-47 ચિનૂક  હેલિકોપ્ટરને પણ નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

દુબઈમાં મરીના અને ઈન્ટરનેટ સિટીમાં મિસાઇલ-ડ્રોનના કાટમાળ પડ્યા, કોઈ જાનહાનિ નહીં 

દુબઈમાં પણ હુમલાઓની પુષ્ટી થઇ હતી. જેમાં ઈન્ટરસેપ્ટ દ્વારા મિસાઈલ અને ડ્રોન તોડી પડાયા બાદ તેના કાટમાળ ઈન્ટરનેટ સિટી અને દુબઈના મરીનામાં પડ્યાની માહિતી સામે આવી છે. દુબઈના મીડિયા ઓફિસે જણાવ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ કે કોઈ આગ લાગવાની ઘટના બની નથી. 

VIDEO : અમેરિકાનું લુકાસ ડ્રોન ઈરાને તોડી પાડ્યું, દરિયામાં તરતું દેખાયું 


ઈઝરાયલે લેબેનોનમાં કુલ 9 બ્રિજ તોડી પાડ્યા 

ઇઝરાયલ દ્વારા લેબેનોનના નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવીને વધુ બે પુલોનો નાશ કરવામાં આવતા સ્થાનિક લોકો પર તેની ગંભીર અસર પડી રહી છે. દક્ષિણ બેકા ખીણમાં આવેલા સહમર અને મશઘરા ગામોને જોડતા આ પુલો તોડી પાડવામાં આવ્યા છે, જે ઇઝરાયલના વધતા હુમલાઓનું સૂચન કરે છે. આ અગાઉ ઇઝરાયલ લિતાની નદી પરના સાત અન્ય પુલોનો પણ નાશ કરી ચૂક્યું છે, જેના કારણે લેબનોનમાં નાગરિકોની અવરજવર અને આવશ્યક સુવિધાઓ પર મોટી અસર પડી રહી છે. 

અમેરિકન પાયલટ બન્યો 'તુરુપનો એક્કો'

ઈરાની મીડિયાના દાવા મુજબ, IRGC એ અમેરિકાના સ્ટીલ્થ ફાઈટર જેટ F-15E ને તોડી પાડ્યું છે અને તેના પાયલટને જીવતો પકડી લીધો છે. આ સાથે ઈરાને અમેરિકાનું A-10વોર્થોગ વૉરપ્લેન પણ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. 


સર્ચ ઓપરેશન: અમેરિકા તેના પાયલટને શોધવા માટે દક્ષિણ ઈરાનમાં બ્લેક હોક હેલિકોપ્ટર અને C-130 વિમાન દ્વારા ઓપરેશન ચલાવી રહ્યું છે.

ઈનામની જાહેરાત: ઈરાને સામાન્ય જનતાને પણ ઓફર આપી છે કે જે કોઈ દુશ્મન પાયલટને જીવતો પકડવામાં મદદ કરશે તેને કિંમતી ઈનામ આપવામાં આવશે.


ઈઝરાયલે કેમ રોક્યા હુમલા?

શુક્રવારે ઈઝરાયલે ઈરાન પર થનારા હવાઈ હુમલાઓ અચાનક 4 કલાક માટે ટાળી દીધા હતા. આ નિર્ણય કોઈ ડરથી નહીં, પણ અમેરિકાના પાયલટોને બચાવવા માટે લેવાયો છે.

કારણ: જો ઈઝરાયલ તે વિસ્તારમાં બોમ્બમારો ચાલુ રાખે તો અમેરિકાની રેસ્ક્યુ ટીમ (CSAR) માટે સર્ચ ઓપરેશન કરવું અશક્ય બની જાય તેમ હતું. અમેરિકા અને ઈઝરાયલ હાલ પાયલટોને જીવતા પાછા લાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.

ઈરાને ઈઝરાયલ પર ક્લસ્ટર મિસાઈલ ઝીંકી 


ઈઝરાયલની 'ડ્રોન ફેક્ટરી' પર મિસાઈલ એટેક

યુદ્ધના 35મા દિવસે ઈરાને ઈઝરાયેલને મોટો આર્થિક અને લશ્કરી ઝટકો આપ્યો છે.

ટાર્ગેટ: પેતાહ ટિકવા શહેરમાં આવેલી ઈઝરાયેલી કંપની 'એરોસોલ' (AeroSol) ની ડ્રોન ફેક્ટરી પર ઈરાને સચોટ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે.

નુકસાન: આ ફેક્ટરી IDF માટે જાસૂસી ડ્રોન અને હાઈ-ટેક પ્લેટફોર્મ બનાવતી હતી. આ હુમલાથી ઈઝરાયેલની જાસૂસી ક્ષમતા પર સીધી અસર પડી શકે છે.