World

100 ગીગા બાઈટનો બોમ્બ ફોડીશું, ઇરાનની ટ્રમ્પ તંત્રને ગંભીર ધમકી

By GS TEAM
2 Jul 20252 mins read
100 ગીગા બાઈટનો બોમ્બ ફોડીશું, ઇરાનની ટ્રમ્પ તંત્રને ગંભીર ધમકી

- ઇરાને કહ્યું : ટ્રમ્પના સલાહકાર રોજર સ્ટોમ અને વ્હાઇટ હાઉસનાં ચીફ ઓફ સ્ટાફ સૂસી વિલ્સના સંવાદો તથા ટ્રમ્પની અંગત વાતો કહી દેશું

તહેરાન : ઇરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલીમાં ઇરાનના એક હેકર્સ જૂથે ધમકી આપી છે કે તે ૧૦૦ ગીગાબાઈટ વેન ઇ-મેઇલ્સ લીક કરી દેશે જેમાં ટ્રમ્પના સલાહકાર રોજર સ્ટોન તથા વ્હાઇટ હાઉસનાં ચીફ ઓફ સ્ટાફ સૂસી વિલ્સ વચ્ચેના સંવાદો તથા લાંબા સમયના તેમના અન્ય સહયોગીઓ વચ્ચેના સંવાદો લીક કરી દેશે, જે તેમણે ચોર્યા છે.

આ અંગે રોઇટર્સ જણાવે છે કે રોબર્ટસ નામક બનાવટી નામધારી હેકર્સે ઇ-મેઇલની આ સામગ્રી ક્યારે જાહેર કરશે તેમ જણાવ્યું નથી. પરંતુ કેટલાક હેકર્સે જણાવ્યું હતું કે તેમની પાસે, ટ્રમ્પની વકીલ લિંડસે હેલિગન, અને સ્ટોર્મી ડેનિયલ્સના ઇ-મેઇલ્સની પણ સવિસ્તર માહિતી છે. તે સર્વવિદિત છે કે સ્ટોર્મી ડેનિયલ્સ એક પોર્ન એક્ટ્રેસ છે. ડોનાલ્ડ ટ્રમ્પને તેની સાથે સંબંધ હોવાનું પણ કહેવાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદની ચૂંટણીમાં ઉભા રહ્યા તે પૂર્વે આ પોર્ન એક્ટ્રેસનું મોં બંધ રાખવા માટે ટ્રમ્પે તેને ૧,૩૦,૦૦૦ ડોલર્સ આપ્યા હોવાનો તેમના ઉપર આક્ષેપ છે.

આ બધી બાબતો જાહેર કરવાની ઇ મેઇલ પર મુકવાની હેકર્સે ધમકી ઉચ્ચારી છે. એવું પણ જાણવા મળ્યું છે કે ૧૨ દિવસના ઇરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઇરાનનાં પરમાણુ સંકૂલો ઉપર કરેલા ૩૦,૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ હુમલા પછી ધૂંધવાયેલાં ઇરાને આ ૧૦૦ ગીગા બાઈટનો બોમ્બ ફોડવાની ધમકી ઉચ્ચારી છે.