World

ભીષણ યુદ્ધના ભણકારા! અમેરિકા બાદ હવે રશિયાની પણ થશે એન્ટ્રી? ઈરાનના વિદેશમંત્રી મોસ્કો રવાના

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ ટોચના પરમાણુ મથકો પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા રવિવારે બપોરે મૉસ્કો જવા રવાના થયા છે. અરાઘચી મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભીષણ યુદ્ધના ભણકારા! અમેરિકા બાદ હવે રશિયાની પણ થશે એન્ટ્રી? ઈરાનના વિદેશમંત્રી મોસ્કો રવાના

Iran Foreign Minister To Meet Putin: અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ ટોચના પરમાણુ મથકો પર હુમલા બાદ મધ્ય-પૂર્વમાં જિઓ-પોલિટિકલ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા રવિવારે બપોરે મોસ્કો જવા રવાના થયા છે. અરાઘચી મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરશે. 

પુતિન સાથે કરશે ગંભીર ચર્ચા

અરાઘચીએ ઈસ્તાંબુલમાં ઈસ્લામિક સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા ઈરાનનો મિત્ર છે. અમે હંમેશા એક-બીજાની સલાહ લઈએ છીએ. હું આજે બપોરે મોસ્કો જઈ રહ્યો છું. આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે ગંભીર ચર્ચા કરીશ. એકબાજુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી અને હવે ઈરાનને સમર્થન આપવા રશિયા દખલગીરી કરશે તો વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ થવાની ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

રાજદ્વારી પડકારો વધારશે

રશિયા પહેલાંથી જ ઈઝરાયલની ઈરાન વિરૂદ્ધની કાર્યવાહીથી નાખુશ છે. તેમજ પુતિનના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોમાં પણ કડવાશ આવી છે. એવામાં ઈરાનની રશિયા સાથેની મુલાકાતે અનેક અટકળો વહેતી થઈ છે. પુતિન અને ખામેનેઈની મિત્રતા રાજદ્વારી પડકારોમાં વધારો કરી શકે છે. 

હવે વાતચીતનો સમય પૂરો થયો

અરાઘચીએ અમેરિકાના હુમલા બાદ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વાતચીતનો સમય પસાર થઈ ચૂક્યો છે. આપણે વાતચીતનો માર્ગ હંમેશા માટે ખુલ્લો રાખવો જોઈએ. પરંતુ હાલ આવો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. અમેરિકાની આક્રમક કાર્યવાહી બાદ ઈરાન હવે સીધો હુમલો કરી રહ્યું છે. જેનાથી ક્ષેત્રીય તણાવ વધ્યો છે.