World

સંરક્ષણ મંત્રી અલી લારીજાનીનાં મૃત્યુથી ઇરાન વિફર્યું : ઇઝરાયેલ પર કલસ્ટર બોમ્બ વરસાવ્યા

By GS TEAM
18 Mar 20262 mins read
સંરક્ષણ મંત્રી અલી લારીજાનીનાં મૃત્યુથી ઇરાન વિફર્યું : ઇઝરાયેલ પર કલસ્ટર બોમ્બ વરસાવ્યા

- મંગળવારે ઇઝરાયેલે ઇરાન પર જબ્બર એર સ્ટ્રાઈક કરી તેમાં ઇરાનના સંરક્ષણ મંત્રી અલિ લારીજાની માર્યા ગયા હતા

નવી દિલ્હી : ઇરાન યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. ઉલટાનું વિફરી રહ્યું છે. આજે ૧૯મા દિવસે હાલાત વધુ બદતર બની ગઈ છે. મંગળવારે ઇઝરાયલે ઇરાન ઉપર પ્રચંડ એરસ્ટ્રાઇક કરી હતી. તેમાં ઇરાનના સંરક્ષણ મંત્રી અલિ લારીજાનીનું મૃત્યુ થયું. ઇરાને તેનું વેરવાળવાના સોગંદ ખાધા. તે રાત્રે જ ઇઝરાયેલ ઉપર કલસ્ટર બોમ્બનો વરસાદ વરસાવ્યો અને પાટનગર તેલ અવીવ હોવોત, યેઉદ, ઓ.આર.યેહુદા ઉપર ખાના ખરાબી વેરી નાખી છે.

ઇઝરાયેલ સેનાએ પણ સ્વીકાર્યું કે ઇરાનનાં મિસાઇલ્સે ટ્રેન સ્ટેશન્સ, બસો, ઇમારતો અને વાહનોને ભારે નુકસાન પહોંચાડયું છે જો કે તે મિસાઇલ્સ પૈકી મોટા ભાગની મિસાઇલ્સ ઇન્ટર-સેપ્ટ કરવામાં આવી હતી. પરંતુ આ હુમલામાં ઓછામાં ઓછાં બે માણસો માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે મંગળવારે ઇરાનને એક જબરજસ્ત ઝાટકો લાગ્યો હતો. ઇઝરાયેલી એર સ્ટ્રાઈકમાં ઇરાનના સંરક્ષણ એવી અલિ લારીજાનીનું મૃત્યુ થયું હતું. જો કે ઇરાને વિધિવત તેની જાહેરાત કરી નથી. પરંતુ ઇઝારયલેના વડાપ્રધાન નેતન્યાહૂએ તે વિષે જાહેરાત કરવા સાથે ઇઝરાયેલી સેનાની પ્રશંસા કરી હતી.

બીજી તરફ ઇરાને મંગળવારે સવારે અલિ લારીજાનીનાં મૃત્યુ અંગે મૌન જ સેવ્યું હતું. પરંતુ પછી મોડેથી તે જાહેરાત કરવા સાથે તે મૃત્યુનો બદલો લેવાના સોગંદ ખાધા હતા. તેના ફળરૂપે મંગળવારે રાત્રે જ ઇરાને, ઇઝરાયલનાં અનેક સ્થળોએ ક્લસ્ટર બોમ્બવાળાં મિસાઇલ્સ જીંક્યાં હતાં. ક્લસ્ટર બોમ્બ તે એવા બોમ્બ છે કે જે ફૂટતાં તેમાંથી અનેક નાના નાના બોમ્બ ઉડે છે અને આસપાસના વિશાળ વિસ્તારોમાં તબાહી વેરી નાખે છે.