World

ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
Strait of Hormuz Reopens : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

Strait of Hormuz Reopens : ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 

આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે.

હોર્મુઝની ખાડી બંધ થઈ જવાના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસનું સંકટ સર્જાયું હતું

28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. જે બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર રોક લગાવી દીધી હતી. હોર્મુઝની ખાડી બંધ થઈ જવાના કારણે વિશ્વના અનેક દેશોમાં LPG, LNG તથા પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ હતી અને દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. અનેક દેશોમાં ગેસ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો પણ થયો હતો. વિશ્વભરમાં થતી અસરને જોતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનને વારંવાર હોર્મુઝની ખાડી ખોલવા દબાણ કરી રહ્યા હતા. આ સિવાય યુરોપિયન દેશો પણ આ મામલે સતત દબાણ કરી રહ્યા હતા. 

હોર્મુઝની ખાડી અંગે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શું પેચ ફસાયો હતો? 

અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સાથે સીઝફાયરની જાહેરાત કર્યા બાદ હોર્મુઝ અંગે આશા જાગી હતી. જોકે ઈઝરાયલે લેબેનોન પર સતત હુમલા કરતાં ઈરાન ભડક્યું હતું. ઈરાને શરત મૂકી હતી કે યુદ્ધવિરામ માત્ર અમારી સાથે જ નહીં લેબેનોન સાથે પણ થવું જોઈએ. ઈરાને કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની ખાડી ખોલવામાં આવશે. જોકે હવે ગુરુવારે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતા જ ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવાનો નિર્ણય લીધો છે.

હવેથી ઈરાનના બંદરો અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવેલા કોઓર્ડિનેટેડ રૂટ પર જહાજો પસાર થઈ શકશે.

ક્રૂડ ઓઈલમાં રાહત મળે તેવી આશા 

વિશ્વના કુલ ક્રૂડ ઓઈલના પુરવઠાનો મોટો હિસ્સો હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. છેલ્લા દોઢ મહિનાથી આ માર્ગ બંધ હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા, જે હવે નીચે આવવાની શક્યતા છે.