World

ઇરાન પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા માટે યુએસ સાથે બેસી શકે છે, અહેવાલ

By GS TEAM
19 Jun 20252 mins read
ઇરાન પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા માટે યુએસ સાથે બેસી શકે છે, અહેવાલ

ન્યૂયોર્ક,૧૯ જૂન,૨૦૨૫,ગુરુવાર 

અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્રમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના માધ્યમથી જણાવાયું છે કે ઇરાન ખૂબજ જલદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાતચીતની પેશકશને સ્વીકારી શકે છે. ઇઝરાયેલ સાથે સંઘર્ષ વિરામ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા માટે અમેરિકા સાથે બેઠકનો સ્વીકાર કરશે. અહેવાલ મુજબ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના સૈન્ય કાર્યવાહી કરવાની શકયતાને પણ નકારી શકાતી નથી.

ટ્રમ્પે એમ પણ કહયું છે કે હું  આવું કરી શકું છું અને ના પણ, એટલે કે કોઇ જાણતું નથી કે હું શું કરવાનો છું. બુધવારે એબીસી ન્યૂઝ અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે જો ઇરાન પોતાના સંવર્ધન કાર્યક્રમને મોકૂફ રાખવા પર સહમત થાય છે તો ટ્રમ્પ વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અથવા તો ઉપ રાષ્ટ્રપતિ જેડી વેંન્સના નેતૃત્વમાં ઇરાની પ્રશાસનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક આવનારા સપ્તાહમાં યોજાઇ શકે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ઇરાન અને ઇઝરાયેલનું યુધ્ધ વકરતું જાય છે તેમ સમજૂતી અને વાતચીતની તક ઝડપથી ઘટતી જાય છે.

ઇરાનના વિદેશમંત્રી 3 ઇયુ દેશો સાથે જીનિવામાં બેઠક કરે તેવી શકયતા 

સંઘ એટલે કે ઇયૂના ૩ યુરોપીય દેશ શુક્રવારે સ્વિત્ઝર્લેન્ડના જીનિવા ખાતે ઇરાનના વિદેશમંત્રી સાથે વાતચીત કરવાના છે. ફ્રાંસ,જર્મની અને બ્રિટનના વિદેશમંત્રી તેમના સમકક્ષ ઇરાની અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરશે જેમાં ઇરાન સાથે જોડાયેલા તાજેતરના ઘટનાક્રમની ચર્ચા થવાની આશા છે. ઇયુ ઇરાનને પોતાના પરમાણુ કાર્યક્રમ મુદ્વે વાતચીત કરવા માટે તૈયાર કરી શકે છે. જો કે ઇરાન ઇયુ બેઠકમાં ભાગ લેશે કે નહી તે અંગે કોઇ જ જાણકારી નથી.