VIDEO : ઈરાનનો અમેરિકન એરબેઝ પર હુમલો, કતાર-બેહરીન-કુવૈતમાં ઝિંકી મિસાઈલો, ભારતે જાહેર કર્યું એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Attack On US Air Base In Qatar : ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. તેણે કતારમાં અમેરિકન એરબેઝ પર ભયાનક હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાને અમેરિકન એરબેઝ પર છ મિસાઈલો ઝિંકી છે. એવું કહેવાય છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, તેનો અવાજ દોહા સુધી સંભળાયો છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, ઈરાને ઈરાક અને કતરમાં મિસાઈલો ઝિંકી છે. રિપોર્ટ મુજબ, કતારમાં અમેરિકાના અલ ઉદીદ એર બેઝ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો ઝિંકવામાં આવી છે. ઈરાકમાં પણ અમેરિકન ઠેકાણાઓ પર હુમલો કર્યો હોવાના સમાચારો સામે આવ્યા છે. મધ્ય-પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક કતારમાં આવેલું છે, જેમાં 10,000થી વધુ કર્મચારી હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાત કતારે તેનું એરસ્પેસ બંધ કરી દીધું છે.
દોહામાં ભાયનક વિસ્ફોટોનો અવાજ સંભળાયા
સૂત્રોના જણાવ્યા મૂજબ ઈરાને અમેરિકાને વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે. તેણે કતાર, કુવૈત અને ઈરાક સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલો ઝિંકી છે. કતારની રાજધાની દોહામાં ભાયનક વિસ્ફોટોનો અવાજ સંભળાયા છે. ઈરાન કતારમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે, તેવી અટકળો લગાવાઈ હતી, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, કે, કતારે અગાઉ જ અગમચેતીના ભાગરુપે તેના એરસ્પેસ બંધ કરી દીધા છે. અમેરિકાએ પણ પોતાના નાગરિકોને સુરક્ષીત સ્થળે રહેવા કહ્યું છે.
અમેરિકાને હુમલાની આશંકા હતી
એક્સિયોસે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને કહ્યું છે કે, ‘ઈરાને કતાર સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને છ મિસાઈલો ઝિંકી છે. આઉલેટે પહેલા જ સંકેત આપ્યા હતા કે, તેહરાન આવા હુમલાની તૈયારીઓ કરી રહ્યું હતું. અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, ‘ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને રાખી અમેરિકન સેનાએ મિસાઈલ લોન્ચર તહેનાત કરી દીધા છે. અમેરિકન અધિકારીઓને આશંકા હતી કે, તેણે ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો, તેથી ઈરાને અમેરિકન સેનાના સંભવિત હુમલાને ધ્યાને રાખી મિસાઈલ લોન્ચર તહેનાત કરી રાખી છે.
ભારતે જાહેર ક્યું એલર્ટ
મધ્ય-પૂર્વમાં સ્થિતિ વણસી જતા ભારતે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ‘વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી કતાર સ્થિત ભારતીય સમુદાયને સાવધાન અને ઘરમાં રહે અને શાંતિ જાળવે. ત્યાં રહેતા ભારતીયો કતારના અધિકારીઓ નિર્દેશો અને માર્ગદર્શનનું પાલન કરે. આપણું દુતાવાસ સોશિયલ મીડિયા ચેનલોથી અપડેટ આપતું રહેશે.’
UAEએ એરસ્પેસ બંધ કર્યું
કતાર બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ એલર્ટ પર આવી ગયું છે અને તેણે પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે. ફ્લાઈટરાડારે એક્સ પર પોસ્ટ કર્યું છે કે, યુએઈનું એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. ઈરાને કતાર અને ઈરાકમાં અમેરિકન ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાને અમેરિકાને વળતો જવાબ આપ્યો હોવાથી તુરંત યુએઈના એરસ્પેસ બંધ કરવામાં આવ્યા છે.’









