World

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, અનેક દેશો પર થશે અસર

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમત એક સમયે 81.40 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (23 જૂન) ક્રૂડ ઓઇલની કિંમત ઓછી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, અનેક દેશો પર થશે અસર

Iran-Israeli War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમત એક સમયે 81.40 અમેરિકી ડોલર પ્રતિ બેરલ પહોંચી હતી. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે (23 જૂન) ક્રૂડ ઓઇલની કિંમત ઓછી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે.

'તમે દુશ્મનના હાથમાં રમી રહ્યા છો...'

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'બધા લોકો ક્રૂડ ઓઇલની કિંમત ઓછી રાખે, હું જોઈ રહ્યો છું. તમે દુશ્મનના હાથમાં રમી રહ્યા છો, આવું ના કરો.' આ ઉપરાંત, ટ્રમ્પે અમેરિકી ઊર્જા વિભાગને સંબોધિત કરીને વધુ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે 'ડ્રિલ, બેબી, ડ્રિલ' કહીને ઉમેર્યું કે 'મારો મતલબ હમણાં જ છે.'

ઈન્ટરનેશનલ માર્કેટ ચિંતામાં 

ઈન્ટરનેશનલ માર્કેટમાં ખાસ કરીને વૈશ્વિક ઓઇલ પુરવઠા માટે ઈરાનના વ્યૂહાત્મકને ધ્યાને લઈએ તો ક્રૂડ ઓઇલના ભાવને લઈને ચિંતા વધી છે. OPEC+ના કેટલાક પ્રોડક્શનમાં લગભગ ઈરાન OPEC+ ના કુલ ઉત્પાદનમાં લગભગ ત્રીજા ભાગનું યોગદાન આપે છે અને તે જૂથનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક છે. તેના પુરવઠામાં કોઈપણ વિક્ષેપ વૈશ્વિક ઉર્જા બજારોને અસર કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને જો ઈરાન બદલો લેવાનું નક્કી કરે અને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની ધમકી આપે. આ એક મહત્ત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે, જેના દ્વારા વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ પસાર થાય છે.

આ પણ વાંચો: VIDEO : ઈરાનનો અમેરિકન એરબેઝ પર હુમલો, કતાર-બેહરીન-કુવૈતમાં ઝિંકી મિસાઈલો, ભારતે જાહેર કર્યું એલર્ટ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં તાજેતરમાં અમેરિકાની એન્ટ્રી બાદ નિષ્ણાતોનું કહેવુ છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ અવરોધ આવે તો ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવવાનું જોખમ હજુ પણ છે. આનાથી યુએસ સ્થિત WTI 80 થી 85 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.